________________
Lal कानजीस्वामि-अभिनन्दन ग्रंथ नि
વૈશાખ વદ ૬ ના માંગલિક દિવસે થયો હતો અને તે પ્રસંગે બહારગામથી લગભગ ૨૦૦૦ માણસે આવ્યાં હતાં. શ્રી સમવસરણના દર્શન કરતાં, શ્રીમદ્ ભગવત્કંદકુંદાચાર્ય સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા તે પ્રસંગ મુમુક્ષુનાં નેત્રો સમક્ષ ખડે થાય છે અને તેની સાથે સંકળાયેલા અનેક પવિત્ર ભાવે હૃદયમાં ફરતાં સમક્ષનું હદય ભક્તિ ને ઉલ્લાસથી ઊછળી પડે છે. શ્રી સમવસરણુ-મંદિર થતાં મુમુક્ષઅને તેમના અંતરનો એક પ્રિયતમ પ્રસંગ દષ્ટિગોચર કરવાનું નિમિત્ત પ્રાપ્ત થયું છે.
પ્રવચનસારના વાંચન વખતે નીકળેલા અચિંત્ય ભાવે સં. ૧૯૯૮ ના અષાડ વદ એકમના રોજ શ્રી સોનગઢમાં શ્રી ગુરુરાજે સભા સમક્ષ શ્રી પ્રવચનસારનું વાંચન શરૂ કર્યું હતું. તેમાંથી ય- અધિકાર ઉપડતા અનેક વર્ષોમાં જેએલ તેનાથી પણ કોઈ અચિંત્ય ને આશ્ચર્યકારક ગુરુદેવના અંતર આત્મામાંથી નિર્મળ ભાવAતજ્ઞાનની પર્યાયમાંથી સૂક્ષમ ને ગહન એ શ્રતને ધોધ વહેવા લાગ્યું. તે ધોધ જેણે જાડ્યો હશે ને બરાબર શ્રવણ કર્યો હશે તેને ખ્યાલ હશે. બાકી તે શું કહી શકાય?
શ્રવણ કરતાં એમ થતું હતું કે આ તે કોઈ આશ્ચર્યકારી આત્મવિભૂતિ જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું ! કે કોઈ અચિંત્ય શ્રતની નિર્મળ શ્રેણી જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું ? ખરેખર સ્વામસ્વરૂપ વૃદ્ધિ રૂપ તે ધન્ય પ્રસંગ સદાયને માટે હદયના જ્ઞાનપટ પર કોતરાઈ રહેશે ને ફરી ફરી આવા અનેક તરેહના સુપ્રસંગે સંપ્રાપ્ત થશે.
બ્રહ્મચર્યાશ્રમ સ. ૧૯૯૮ ના ભાદરવા સુદ પાંચમના રેજ સેનગઢમાં શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવામાં આવ્યું છે. તેમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યા છે. દશેક બ્રહ્મચારીઓ તેમાં જોડાયા છે. તેમાં જોડાનાર બ્રહ્મચારી ત્યાં ત્રણ વર્ષ સુધી રહી દરરોજ ત્રણેક કલાક નિયત કરેલા ધાર્મિક પુસ્તકેદ્ગ શિક્ષણ પ્રાપ્ત કરે છે, તે પ્રાપ્ત થયેલા શિક્ષણને એકાંતમાં સ્વાધ્યાય દ્વારા દૃઢ કરે છે અને મહારાજશ્રીનાં પ્રવચને, ભક્તિ વગેરેમાં ભાગ લે છે; એમ આખા દિવસ ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળે છે.
રાજકોટ તરફ વિહાર પરમ પૂજ્ય ગુરુદેવે કરીને પાછા રાજકેટના શ્રાવકેના આગ્રહને લીધે અને પ્રભાવના ઉદયને લીધે સં. ૧૯ ના ફાગણ સુઠ પાંચમના રોજ સેનગઢથી વઢવાણ રસ્ત રાજકોટ જવા માટે વિહાર કર્યો છે. અમૃત વરસતા મહામેઘની જેમ રસ્તામાં આવતા દરેક ગામમાં ગુરુદેવ પરમાર્થ—અમૃત ઘેધમાર વરસાદ વરસાવતા જાય છે