________________
कानजीस्वामि-अभिनन्दन ग्रथम
હવે, સેનગઢમાં પરિવર્તન કર્યા પછીના, મહારાજશ્રીના જીવનવૃત્તાંત સાથે સંબંધ રાખતા કેટલાક પ્રસંગે કાળાનુક્રમે સંક્ષેપમાં જઈ જઈએ.
શત્રુંજય યાત્રા સોનગઢથી ૧૪ માઈલ દૂર આવેલા શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઘણા વખતથી મહારાજશ્રીની ભાવના હતી. તે સં. ૧૯૯૫ના પિષ વદ તેરશે પૂર્ણ થઈ. લગભગ ૨૦૦ ભક્ત સહિત મહારાજશ્રીએ તે તીથરાજની યાત્રા અતિ ઉત્સાહ ને ભક્તિપૂર્વક કરી.
રાજકોટ ચાતુર્માસ રાજકોટના શ્રાવકના બહ આમહને લીધે સં. ૧૯૯૫ માં મહારાજશ્રીનું રાજકેટ પધારવું' થયું. ત્યાં દશેક માસની સ્થિતિ દરમ્યાન મહારાજશ્રીએ સમયસાર, આત્મસિદ્ધિ અને પનંદિપંચવિંશતિકા પર અપૂર્વ પ્રવચન કર્યા. ગુરુદેવના આગળ વધેલા જ્ઞાનપર્યાયોમાંથી નીકળેલા જડચેતનની વહેંચણીના, નિશ્ચય-વ્યવહારની સંધિના તેમ જ બીજા અનેક અપૂર્વ ન્યાયે સાંભળી રાજકેટના હજારો લોકો પાવન થયા અને અનેક સુપાત્ર જીએ પાત્રતા અનુસાર આત્મલાભ મેળવ્યા. દશ માસ સુધી “આનંદકુંજ'માં (મહારાજશ્રી ઊતર્યા હતા તે સ્થાનમાં) નિશદિન આધ્યામિક આનંદનું વાતાવરણ ગુંજી રહ્યું.
ગિરનાર યાત્રા રાજકોટથી સોનગઢ પાછા ફરતાં મહારાજશ્રી ગિરિરાજ ગિરનારતીર્થની યાત્રા કરવા પધાર્યા અને એ પવિત્ર નેમગિરિ ઉપર લગભગ ૩૦૦ ભક્તો સાથે ત્રણ દિવસ રહ્યા. ત્યાં એ સમવસરણના દેરાસરજીમાં તથા દિગંબર દેરાસરજીમાં ઊછળેલી ભક્તિ, એ સહસ્ત્રાપ્રવનમાં જામી ગયેલી સ્તવનભક્તિની ધૂન અને એ સમશ્રેણીની પાંચમી કે પૂ. ગુરુદેવશ્રી
એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે!” વગેરે પદો પરમ અધ્યાત્મરસમાં તરબળ બની ગવરાવતા હતા તે વખતે પ્રસરી ગયેલું શાંત આધ્યાત્મિક વાતાવરણ-એ બધાંનાં ધન્ય સ્મરણો તા જીવનભર ભક્તોના સ્મરણપટ પર કેતરાઈ રહેશે.
રાજકોટ જતાં તથા ત્યાંથી પાછા ફરતાં પરમ પૂજ્ય ગુરુદેવ રસ્તામાં આવતાં અનેક ગામોમાં વીતરાગપ્રણીત સદ્ધર્મને ડંકો વગાડતા ગયા અને અનેક સત્પાત્રોના કર્ણપટ ખોલતા ગયા. ગામે ગામ લેકેની ભક્તિ ગુરુદેવ પ્રત્યે ઊછળી પડતી હતી અને લાઠી, અમરેલી વગેરે મટા ગામોમાં અત્યંત ભવ્ય સ્વાગત થતું હતું. ગુરુદેવને પ્રભાવના ઉદય જોઈ, જે કાળે તી કરદેવ વિચરતા હશે તે ધર્મકાળમાં ધર્મનું, ભક્તિનું, અધ્યાત્યનું કેવું વાતારણ ફેલાઈ રહેતું હશે તેને તાદશ ચિતાર કલ્પનાચક્ષુ સમક્ષ ખડો થતો.