________________
* - - -
-
-
- -
-
-
ગૂટકે, સમયસાર-હરિગીત, સમયસાર ઉપરનાં પ્રવચને, અનુભવપ્રકાશ વગેરે ઘણા પુસ્તકો ત્યાં છપાયાં અને કાઠિયાવાડમાં ફેલાયાં. તે ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્રની હજારે પ્રતે ત્યાંથી પ્રકાશિત થઈ પ્રચાર પામી છે. ગુજરાત-કાઠિયાવાડના અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓને ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્ય સુલભ થયું છે. કાઠિયાવાડમાં હજારો મુમુક્ષુઓ તેને અભ્યાસ કરતા થયા છે. કેટલાક ગામોમાં પાંચ દશ પંદર મુમુક્ષુઓ ભેગા થઈને ગદેવ પાસેથી ગ્રહણ કરેલા રહસ્ય અનુસાર સમયસારાદિ ઉત્તમ શાસ્ત્રોનું નિયમિત વાંચન-મનન કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી પરમ પવિત્ર શ્રુતામૃતના ધારિયા કાઠિયાવાડના ગામેગામમાં વહેવા લાગ્યા છે. અનેક સુપાત્ર છ એ જીવાદકનું પાન કરી કૃતાર્થ થાય છે.
ઉપદેશને પ્રધાન સૂર પરમ પૂજ્ય મહારાજશ્રીનું મુખ્ય વજન સમજણ પર છે. “તમે સમજે, સમજ્યા વિના બધું નકામું છે” એમ તેઓશ્રી વારંવાર કહે છે. “કેઈ આત્મા-જ્ઞાની કે અજ્ઞાનીએક પરમાણુમાત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતા નથી, તો પછી હાદિની ક્રિયા આત્માના હાથમાં કયાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ-પાતાળના અંતર જેવડે મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની પદ્રવ્યનો તથા રાગદ્વેષને કર્તા થાય છે અને જ્ઞાની પિતાને શુદ્ધ અનુભવતો થકો તેમને કર્તા થતું નથી. તે કતૃત્વબુદ્ધિ છેડવાને મહા પુરુષાર્થ દરેક જ કરવાનો છે. તે ક બુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ. માટે તમે જ્ઞાન કરે.” -આ તેઓશ્રીના ઉપદેશનો પ્રધાન સૂર છે. જ્યારે કઈ માતાઓ કહે કે “પ્રભુ! આપ તો મેટિકની ને એમ. એ. ની વાત કરે છે; અમે હજી એકડિયામાં છીએ, અમને એકડિયાની વાત સંભળાવે ત્યારે ગુરુદેવ કહે છેઃ “આ જૈન ધર્મનો એક જ છે. સમજણ કરવી તે જ શરૂઆત છે. મેટ્રિકની ને એમ. એ. ની એટલે કે નિગ્રંથદશાની ને વીતરાગતાની વાતો તો આધી છે. આ સમજણ કયે જ છૂટકો છે. એક ભવે, બે ભવે, પાંચ ભવે કે અનંત ભવે આ સમયે જ મોક્ષમાર્ગની શરૂઆત થવાની છે.
અંતર વિકાસ અને મુમુક્ષુઓ ઉપરને પરમ ઉપકાર પરમ પૂજ્ય મહારાજશ્રીના જ્ઞાનને સમ્યક્રપણાની મહોર તે ઘણું વખતથી પડી હતી. તે સમ્યજ્ઞાન સોનગઢના વિશેષ નિવૃત્તિવાળા સ્થળમાં અદ્ભુત સૂક્ષ્મતાને પામ્યું; નવી નવી જ્ઞાનશેલી સેનગઢમાં ખૂબ ખીલી. અમૃતકળશમાં જેમ અમૃત ઘોળાતાં હોય તેમ ગુરુદેવના પરમ પવિત્ર અમૃતકળશ સ્વરૂપ આત્મામાં તીર્થંકરદેવનાં વચનામૃત ખૂબ ઘોળાયાં-પૂંટાયાં. એ ચૂંટાયેલાં અમૃત કૃપાળુદેવ અનેક મુમુક્ષુઓને પીરસે છે ને ન્યાલ કરે છે. સમયસાર,