________________
८४८
જેન તત્ત્વ પ્રકાશ ફાંકડું- એકમને શનિવાર, બીજને શુક્રવાર, ત્રીજને ગુરુવાર, ચોથને બુધવાર, પાંચમને મંગળવાર, છઠને સોમવાર, સાતમને રવિવાર, આ યોગ વિહાર તથા : પ્રવેશમાં ત્યાગને છે.
સ્થિર નક્ષત્રો- રોહિણી, ત્રણ ઉત્તરા. રવિયેગ- સૂર્ય નક્ષત્રથી ગણતાં દિન નક્ષત્ર સુધી.
૪, ૬, ૯, ૧૦, ૧૩, ૨૦ મું નક્ષત્ર રવિયેગ ગણવું, તે દરેક શુભ કામ તથા પ્રયાણ વગેરેમાં ઉત્તમ.
લેચનાં નક્ષત્રો-પુનર્વસુ, પુષ્ય, શ્રવણ, ઘનિષ્ઠા એ શુભ છે. કૃતિકા, વિશાખા, મઘા, ભરણી એ વર્યું છે. બાકીનાં નક્ષત્રે મધ્યમ છે. શનિવાર મંગળવાર વજ્ય છે. રિક્તા (૪-૯-૧૪) છઠ, ૮, ૦)) તિથિ વિર્ય છે.
નગરપ્રવેશ હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા, ત્રણ રહિણી, પુષ્ય, મૂળ, મૃગશીર્ષ, રેવતી નક્ષત્ર, સોમ બુધ ગુરુ શુક રવિવાર શુભ છે.
સ્થાનકવાસી જૈન સંપ્રદાય દરેક તિથિ સાંજના સમયે જે પ્રગતિમાન હોય તે જ ધર્મ કાર્યમાં દાખલ કરે છે,