________________
પ્રકરણ ૨ જું ઃ સિદ્ધ
૫૯ ૧૩. જેમ બી વસ્ત્રને ધૂએ છે તેમ વિતરણ નામક પરમાધમી દેવ નારકોને વિતરણ નદીની શિલાઓ ઉપર પછાડી-પછાડીને ધૂએ છે, નીચોવે છે.
૧૪. જેમ શેખીને બગીચાઓની હવા ખાય છે તેમ “ખરસ્વર” નામના પરમાધમી દેવ વિકિયથી બનાવેલા શાલ્મલી વૃક્ષના વનમાં નારકીને બેસાડી હવા ચલાવે છે, જેથી તે તલવાર અને ભાલાની ધાર જેવાં તીક્ષણ પત્તઓ નારકીનાં શરીર પર પડતાં જ અંગ કપાઈ જાય છે એમ આખા શરીરનું છેદનભેદન કરે છે.
૧૫. ગોવાળીઓ બકરાંને વાડામાં ઠાંસી ઠાંસીને ભરે છે તેમ મહાઘોષ” નામના પરમાધમી દેવે મહા અંધકારથી વ્યાપ્ત એવા સાંકડા કોઠામાં નારકીના જીવને ઠાંસી ઠાંસીને ભરે છે.
જે માંસાહારી પ્રાણી નરકમાં ઉત્પન્ન થાય છે તેમના શરીરનું માંસ ચીપિયાથી કાપી કાપી તેલમાં તળીને, રેતમાં સેકીને તે જ જીવોને ખવરાવતા પરમાધમી દેવો કહે છે, “તું માંસ ભક્ષણમાં લુબ્ધ હતું એટલે તું આને પણ પસંદ કર ! તારે આને પણ ખાવું જ જોઈએ.” મદ્યપાન કરનાર તથા વગર ગળેલું પાણી પીનાર નારકના મેઢામાં તાંબું, સીસું, વગેરેને રસ ઉકાળીને રેડતાં કહે છે કે લો ! આ પીઓ! આ પણ ઘણું મજેદાર છે.” વેશ્યા અને પરસ્ત્રીગમન કરનારને તપાવી લાલ કરેલા લોઢાના થાંભલા સાથે બળાત્કારથી બાથ ભરાવીને કહે છે કે-“અરે દુષ્ટ ! તને પરસ્ત્રી સારી લાગતી હતી, તે હવે કેમ એ છે ?” કુમાર્ગે ચાલનાર તથા કુમાર્ગે જવાને ઉપદેશ દેનારને આગથી ઝગમગતા અંગારા ઉપર ચલાવે છે. જાનવર અને મનુષ્યો ઉપર વધારે ભાર લાદનારને ડુંગરોમાં, કાંટા કાંકરાવાળા રરતામાં સેંકડો ટન વજનનો રથ ખેંચાવે છે, ઉપર ધારવાળા ચાબુકનો પ્રહાર કરે છે.
કૂવા, તળાવ, નદીના પાણીમાં કીડામસ્તી કરનારને તથા અનગળ પણ કામમાં લાવનારને, પણ નકામું ઢોળનારને, વૈતરણી નદીના ઉષ્ણ