________________
૮૦૪
જૈન તત્ત્વ પ્રકાશ
૧૮ પાપસ્થાનક અને ચાર પ્રકારના આહાર ભેગવવાને ત્યાગ કરું છું. અને જે સુખે સમાધિએ જાગૃત થઈ જાઉં તે હું સર્વ પ્રકારે ખુલે છું.
પછી નવકાર મંત્રનું સ્મરણ કરતે થકે શયન કરે. જાગૃત થયા બાદ પૂર્વોક્ત પ્રકારે ૪ લેગસ્સનો કાઉસ્સગ્ન કરી કહે કે,“પડિકમામિ પગામસિજ્જાએ જાવ જે મે રાઈ અઈયારે કઓ તસ મિચ્છામિ દુક્કડ” પછી સાગારી અણસણનું પચ્ચખાણ પારતાં આ પ્રમાણે બેલે. “સાગારી અણસણનાં પચ્ચખાણ કર્યા હતાં તે સમ્મકાએણું, ફાસીયં, પાલિય, સહિય, તીરિયં, કીરિયં, આરાહિય આણએ આપાલિતા ન ભવઈ, તસ્સ મિચ્છામિ દુક્કડ” જ આ સાગારી સંથારાની વિધિ કહી.
ચેર, સિંહ, સાપ, વ્યંતર, અગ્નિ, પાણી, આદિ કઈ પણ પ્રકારે પ્રાણુત ઉપસર્ગ પ્રાપ્ત થાય તથા બીમારી આદિ પ્રાપ્ત થતાં જ અણગારી સંથારો કરવાને અવસર ન હોય તે ત્યાં પણ ઉપર પ્રમાણે, સાગારી સંથારો કરે ઉચિત છે.
અણગારી સંથારે-સંલેખના પ્રાણુત ઉપસર્ગ આવે, અન્નપાણી ન મળે એ દુર્ભિશ-દુષ્કાળ પડે, વૃદ્ધાવસ્થાથી શરીર અતિ જીર્ણ થઈ જાય, અસાધ્ય રેગ ઉત્પન્ન થાય, ઈત્યાદિ પ્રસંગમાં પ્રાણ બચાવવાને કઈ પણ ઉપાય ન હોય ત્યારે તથા કાળજ્ઞાન ગ્રંથમાં વર્ણવેલાં + લક્ષણોથી પિતાને અંતઃ
* નમુક્કારસી આદિ ૧૦, પ્રત્યાખ્યાન તથા સામાયિક, પૌષધ આદિ પારતી વખતે આ પાઠ બોલવો. + દહા–અતિ ગાજ, અતિ વિજ નહિ, મૂત્ર ન ખેડે ધાર;
કર દીસે જો સ્તંભ સમ, હંસો હાલણહાર. અર્થ—કાનમાં આંગળીઓ નાખ્યા બાદ ગણગણાટ થતો અવાજ સાંભળવામાં ન આવે, આંખની ઉપરનો ભાગ દબાવવાથી વીજળી જેવો ચમકાર દેખાય નહિ, પેશાબ કરતી વખતે મધ્યમાં રોકી શકે નહિ, મસ્તક ઉપર પંજો રાખી હાથનું કાંડું જોતાં જો હાથ સ્થંભ જેવો જાડો દેખાય, ઈત્યાદિ લક્ષણથી માલુમ પડે કે હવે આ હંસ રવાના થવાનો છે.