________________
૭૯૭
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
- સાચા શ્રાવકનાં લક્ષણે आर्या-कय वय कम्मो तह, सीलवं च गुणवं च उज्जु ववहारी ।
गुरु सुसुओ पबयण कुसलो, खलु भवओ सद्धो ॥
અથ–૧. સમકિત ગ્રતાદિ શ્રાવકનાં કર્મનું સમ્યફ પ્રકારે સમાચરણ કર્યું હોય. ૨. ક્ષમા શીલાદિ ગુણે અલંકૃત હોય. ૩. ન્યાયપક્ષી, સત્યવાદી, ગુણગ્રાહી હેય. ૪. નિષ્કપટ સરળતાથી વ્યવહાર ચલાવતા હોય. ૫. ગુરુ આદિ સાધુની તથા ચતુર્વિધ સંઘની તન, મન, ધનથી સેવા ભક્તિ કરતે હોય. અને ૬. પ્રવચન શાસ્ત્રોના અભ્યાસથી કુશળ બન્યો હોય તે જ સાચે શ્રાવક કહેવાય છે.
अगारिसामाइयं गाणि, सड्ढी काएण फासए । पोसहं दुहओ पक्खं, एगरायं न हावए ॥ २३ ॥ एवं सिक्खासमावन्ने, गिहवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्खसलोगयं ॥ २४ ॥
(ઉત્ત. અ. ૫) અથ–દીક્ષા ગ્રહણ કરવામાં અશક્ત હોય તે ગૃહવાસમાં રહીને પણ સમકિતપૂર્વક સામાયિક આદિ વ્રતનું શ્રદ્ધાન અને સ્પર્શન કરે છે, બને પાખીના પિષા કરે છે તે અને રુક્ષવૃત્તિથી સંસાર પક્ષનું અને પ્રેમાનુરાગ રક્ત થઈ ધર્મપક્ષનું પાલન કરે છે. ધર્મની કરણી કરવામાં એક રાત્રિની પણ હાનિ કરતું નથી, અર્થાત્ નિત્ય નિયમ પ્રમાણે ધર્મ કરણીનું સમાચરણ કરે છે.
આ પ્રમાણેની શિક્ષાએ સંપન્ન જે ગૃહસ્થ છે તેને વિશુદ્ધવતી કહે. તે હાડ, ચર્મ, માંસાદિ અશુદ્ધિથી ભરેલું આ દારિક શરીર છેડી અત્યુત્તમ વૈકિય શરીરને ધારક-ઈચ્છા પ્રમાણે રૂપ બનાવનાર મહારિદ્ધિવંત દેવતા થશે અને ભવિષ્યમાં થેડા જ ભવમાં જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખને અંત કરી, મેક્ષનાં અનંત સુખોને ભોક્તા થશે.
શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિ સંપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમલખત્રષિજી મહારાજ વિરચિત ‘ જૈન તત્ત્વ પ્રકાશનું’ ‘સાગારી ધર્મ”
નામક પાંચમું પ્રકરણ સમાપ્ત