________________
૯૫'.
પ્રકરણ ૫ મું : સાગાર-ધર્મ શ્રાવકાચાર સેવે નહિ. ગૃહસ્થને તથા અન્ય તીથને નમસ્કારાદિ કરે નહિ.
૨. “ત્રત પડિમા–બે મહિના પર્યત સમ્યક્ત્વપૂર્વક ઉક્ત બારે વ્રતનું ૭૫ અતિચાર રહિત નિર્મળ પાલન કરે. કઈ પણ અતિચારના સેવનરૂપ કિંચિત દોષ લગાડે નહિ.
૩. “સામાયિક પ્રતિમા–અર્થાત્ ૩ મહિના પર્યત સદૈવ સમ્યક્ત્વપૂર્વક પ્રાતઃ, મધ્યાન અને સંધ્યા એમ ત્રિકાલ ૩ર દોષરહિત. શુદ્ધ સામાયિક નિરંતર કરે.
૪. પૌષધ પ્રતિમા–ચાર મહિના સુધી સમ્યકત્વ, વ્રત અને સામાયિકપૂર્વક ૧૮ દેષરહિત દર માસે છ પોષા કરે (૨ આઠમ, ૨ ચૌદશ, ૧ અમાવાસ્યા અને ૧ પૂર્ણિમા).
૫. નિયમ પ્રતિમા–પાંચ માસ સુધી સમક્તિ, વ્રત, સામાયિક અને પિષધપૂર્વક પાંચ પ્રકારના નિયમનું સમાચરણ કરે. (૧) ભારે સ્નાન કરે નહિ, (૨) રાત્રિભોજન કરે નહિ) (૩) ધતીની એક લાંગ ખુલ્લી રાખે છેડે ખોસે નહિ), (૪) દિવસે બ્રહ્મચર્ય પાળે અને, (૫) રાત્રિમાં મૈથુનનું પરિમાણ કરે તેમ જ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું પણ સારી રીતે પાલન કરે.
૬. બ્રહ્મચર્ય પ્રતિમા–છ મહિના સુધી સમકિત, વ્રત સામાયિક, પિષધ નિયમપૂર્વક કરે. નવ વાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મ ચર્યનું પાલન કરે.
૭. “સચિત પરિત્યાગ પ્રતિમા–સાત મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પષધ, નિયમ અને બ્રહ્મચર્ય પૂર્વક સર્વ પ્રકારની સચિત્ત વસ્તુના ઉપગ પરિભેગને પરિત્યાગ કરે.
૮. “અણારંભ પ્રતિમા–આઠ મહિના પર્યત સમકિત, વ્રત, સામાયિક, પોષધ, નિયમ, બ્રહ્મચર્ય અને સચિત્ત પરિત્યાગપૂર્વક છેકાયને સ્વયં આરંભ કરે નહિ.