________________
જૈન તત્ત્વ પ્રકાશ
ચંટી જાય છે અને મુશ્કેલીઓ ત્યાંથી છૂટો પડે છે, તેવી જ રીતે તેનાં કર્મ પણ નરક તિર્યંચાદિ દુર્ગતિનાં મહાદુઃખ દેનારાં રેતાં રેતાં ભગવ્યા છતાં જલદી છુટકારો ન થઈ શકે તેવાં ચીકણું બંધાય છે. રુક્ષતાથી ભેગપગ ભેગ, ચાહે લુબ્ધતાથી ભેગવે, જેમકે સાકરને રુક્ષભાવે ખાનારને પણ તે મીઠી લાગે છે અને લેલુપતાથી ખાનારને પણ તે મીઠી લાગશે. તે પછી લુબ્ધ બનીને ચીકણાં કર્મ શા માટે બાંધવાં ? અલપ સુખને માટે મહાદુઃખ ઉપાર્જન કરી લેવું તે સુજ્ઞ મનુષ્યને ઉચિત નથી
આઠમા વ્રતનું આ સંક્ષિપ્ત સ્વરૂપ સમજી જઈને જેટલાં અનદંડનાં કામ છે તેનાથી સુજ્ઞ શ્રાવકેએ પિતાના આત્માને બચાવ, કે જેથી તે અનેક પ્રકારનાં પાપોથી અને ચીકણું કર્મબંધનથી બચી જઈ આ જગતમાં સુખોપજીવી થઈ ભવિષ્યમાં સ્વર્ગ અને મેક્ષનાં સુખ. પ્રાપ્ત કરી શકશે. ઉપર્યુક્ત ૫ અણુવ્રત અને ૩ ગુણવ્રત એ આઠ વ્રત જાવજજીવ ધારણ કરી શકાય છે.
૪, શિક્ષા વ્રત ૧. જેવી રીતે રત્નાદિ મૂલ્યવાન પદાર્થ કેઈને સંપીને આપણે એવી શિખામણ આપીએ છીએ કે, આને રૂડી રીતે સાચવજો, ગુમાવશે નહિ, તેવી જ રીતે ઉક્ત આઠ ગ્રતાચરણ રૂપ રત્નની પ્રાપ્તિ કરનાર જીવેને નીચે જણાવેલાં ચાર વતેમાં પ્રવૃત્તિ કરવાથી ભૂતકાળમાં લાગેલાં પાપની સમજ અને ભવિષ્યમાં નિર્દોષ રહેવાની સાવધાનીરૂપ શિક્ષા (શિક્ષણ) પ્રાપ્ત થાય છે. આથી તે શિક્ષાત્રત કહેવાય છે.
૨. જેમ પાઠક શિક્ષકની ઉપાસના કરી વિદ્યાપાત્ર બની સંસારમાં સુખી થાય છે તેવી જ રીતે નિમ્નક્ત ચારે શિક્ષાત્રત અંગીકાર કરનાર જ આડે તેનું વારંવાર સ્મરણ ચિંતન આદિ કરી તેને સુખથી નિર્વાહ થઈ શકે તે પ્રકારનું આત્મબળ પ્રાપ્ત કરે છે તે કારણે પણ તે શિક્ષાત્રત કહેવાય છે.
શિક્ષાત્રત આત્મભાવમાં દાખલ થવાને અભ્યાસ કરાવે છે. અનુભવજ્ઞાન સ્વાનુભૂતિ શીખવે છે.