________________
૭૫૫
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
ઉક્ત ૧૫ કર્માદાન (કર્મબંધન)નાં કાર્ય છે. કેમ કે આ વેપા રમાં ત્રસ જીવોની ઘણી હિંસા થાય છે. આમાંના કેટલાક વેપાર અનર્થકારી અને નિંદનીય શ્રાવકેએ કરવા યોગ્ય નથી, કદાચિત એ વેપારથી આજીવિકા ચાલતી હોય અને બીજે કેઈ ઉપાય ન હોય તે તેની મર્યાદા કરવી જોઈએ. જેમ કે આનંદજીએ ૫૦૦ હળની મર્યાદા રાખી, શાકડાલજી કુંભાર નિભાડા પકવીને જ ઉપજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે ૨૦ અતિચાર રહિત સાતમા વ્રતનું પાલન કરે છે તેનું મેરુ પર્વત જેટલું પાપ તો રેકાઈ જાય છે અને ફક્ત રાઈ જેટલું પાપ વ્યતીત કરી ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના અનંત સુખને ભેતા બને છે.
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત દંડ બે પ્રકારના કહ્યા છે, ૧. અર્થ દંડ અને, ૨. અનર્થ દંડ.
૧. શરીર, કુટુંબ, આદિ આશ્રિતનું પાલન-પોષણ કરવાને છકાય જીવને આરંભ કરે પડે છે તે અર્થદંડ કહેવાય છે.
૨. વિના કારણ તથા જરૂરતથી વધારે પાપ કરવામાં આવે છે તે અનર્થદંડ કહેવાય છે.
અનર્થદંડને મુકાબલે અર્થદંડમાં પાપ ઓછું હોય છે. કેમકે તે કર્યા વિના સંસારનું ગાડું ચાલવું મુશ્કેલ છે. એટલા માટે અર્થદંડ શ્રાવકે કરે પડે છે, તથાપિ શ્રાવક તેમાં અનુરક્ત બનતું નથી. જે કામમાં આરંભ થાય છે તે કરતા થકા અનુકંપા અને વિવેક રાખે છે. અને અવસર આવ્યે સર્વથા ત્યાગવાની અભિલાષા સેવે છે, અને જેમાં પિતાને કશે સ્વાર્થ ન હોય એવાં હિંસાદિ પાપ બનતાં સુધી શ્રાવક કરતા નથી.
અનર્થદંડના મુખ્ય ૪ પ્રકાર કહ્યા છે.
૧. અપધ્યાનાચરિત-ખોટા વિચાર કરે. જેવા કે, (૧) ઈષ્ટકારી (સ્ત્રી, પુત્ર, સ્વજન, મિત્ર, સ્થાન, બાન, પાન, વસ્ત્ર, ભૂષણ,