________________
જૈન તત્ત્વ પ્રકાશ ૨જુ પાળે છે, એમ સંપૂર્ણ લેક નીચેથી ઉપર સુધી ૧૪ રજજુને લાંબો અને ઘનાકારના માપથી ૩૪૩ ઘન રજજુ પ્રમાણ થાય છે. અર્થાત્ સંપૂર્ણ લેકના વિષમ સ્થાનને સમ કરવાથી ૭ રજજુ લાંબા, ૭ રજજુ પહોળો અને ૭ રજુ ભાડે થાય છે. એ પ્રમાણે ઘનાકારમાં ૭૪૭૪૭=૩=૩ રજુ થાય છે. અર્થાત્ એક રજજુ લાંબા, એક રજુ પહેલા અને એક રજજુ જાડા એવા ખંડની કલ્પના કરીએ તે લેકના એવા ૩૪૩ ખંડ (કટકા) થઈ શકે.
જેમ ઘરના મધ્ય ભાગમાં થાંભલે ઊભે હોય છે, તેમ લોકના મધ્ય ભાગમાં એક રજુ પહોળી અને ૧૪ રજુ નીચેથી ઉપર સુધી લાંબી ત્રસનાલ છે. ત્રસનાલની અંદર ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારના જીવ છે. બાકીના લેકને ભાગ કેવળ સ્થાવર જીવોથી ભરાયેલ છે.
એ લોકના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. અો (નીચો ) લેક, મધ્ય (વચલ) લેક, ઊર્ધ્વ (ઊંચ) લેક એમાં પહેલા અધોલોકનું વર્ણન કરવામાં આવશે.
અઘોલકનું વર્ણન
(નરકનું વર્ણન) લેકની નીચે એલેકની ઉપર આવરણની અંદર એક રાજુ ઊંચી અને ૪૬ રજુના ઘનાકાર વિસ્તારમાં ૭ મી માઘવતી (તમતમાં પ્રભા) નામનું નરક છે, એમાં ૧૦૮૦૦૦ એજન જાડો પૃથ્યમય પિંડ છે. એમાંથી પરા હજાર યેાજન ઉપર તેમ જ નીચે છોડીને વચમાં ૩ હજાર એજનની પાલાર છે, તેમાં એક પાથડે (ગુફા જેવી જગ્યા) છે. 1 x ત્રસનાલની બહાર ત્રસજીવ ત્રણ કારણોથી રહી શકે છે. (૧) કોઈ ત્રસજીવે ત્રસનાલની બહાર સ્થાવરજીવમાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધ્યું તે મારણાનિક સમુદઘાત કરે ત્યારે આત્મપ્રદેશે ત્રસનાલની બહાર પ્રસરે ત્યારે (૨) ત્રસનું આયુ બાંધી વિગ્રહ ગતિથી સ્થાવર નાડીમાં તીર્થો જાય અને વક્રગતિથી બીજે અથવા ત્રીજે સમયે ત્રસ નાડીમાં ઉત્પન્ન થાય ત્યારે, (૩) કેવળી કેવળ સમુદઘાત કરતી વખતે ૪ થા અથવા ૫ મા સમયે સર્વ લેકમાં પ્રદેશ ફેલાવે ત્યારે.