________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૪૩
૧૧. ધૂપ વિહિં–ધૂપની જાત અને વજન,
૧૨. જિજવિહિં-દૂધ, રાબડી, શરબત, ચા, કેફી, ઉકાળા આદિ પીવાની વસ્તુની મર્યાદા.
૧૩. ભમ્પણવિહિં-પકવાન કે મીઠાઈની જાત, ૧૪. એણવિહિં-ચેખા, ખીચડી, થૂલી આદિની જાત,
૧૫. સૂપવિહિં–ચણા, મગ, મઠ અડદ, આદિની દાળ તથા ૨૪ પ્રકારનાં ધાન્ય.
૧૬ વિગયવિહિ–હ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર,
૧૭. સાગવિહિંમેથી, તાંદલજે પ્રમુખ ભાજી–તથા તુરિયાં, કાકડી, ગલકાં, ભીડે, વાળ, આદિ શાકની જાત,
૧૮. માહુરવિહિ-બદામ, પિસ્તાં, ચારોળી, ખારેક, દ્રાક્ષ, અંગુર આદિ મેવા તથા આંબળા આદિન મુરબ્બા ગુલકંદ આદિ.
૧૯. જમણવિહિં ભેજનમાં જેટલા પદાર્થ ભેળવવામાં આવે તે.
૨૦. પાણીવિહિં–નદી, તળાવ, કુવા, નળ, નહેર, કુંડ અથવા વરસાદનું પાણી, તેવી જ રીતે ખારું, મીઠું, મેળું, આદિ પાણીની જાત.
૨૧. મુખવાસવિહિંપાન, સોપારી, લવિંગ, એલચી, જાયફળ, ચૂર્ણ, ખટાઈ, પાપડ આદિ મુખવાસની જાત.
૨૨. વાહનવિહિં-હાથી, ઘોડા, ઊંટ, બળદ, પ્રમુખ ચરતાં, ગાડી, બગી, મેટર, સાયકલ, મ્યાના, પાલખી પ્રમુખ ફરતાં વહાણ, મછવા, હોડી, સ્ટીમર, આદિ તરતાં વિમાન ગભારા આદિ ઊડતાં ઈત્યાદિ જેટલાં સવારીના ઉપયોગમાં આવે તે વાહન.
૨૩. ઉવાહનવિહિં પગરખાં, ચંપલ, ચાખડી, મજા, વગેરેની જાત.
૨૪. સયણવિહિં-ખાટલા, પલંગ, પાટ, કેચ, ટેબલ, ખુરશી, બિછાનાં, વગેરેની જાત.
૨૫. સચિત્તવિહિં–કાચા દાણું, કાચી લીલેવરી, કાચું પાણી, મીઠું, ઇત્યાદિ સચેત વસ્તુ