________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૧૯ માટે વ્યાપારમાં દગોફટકો કરે છે. લેવાનાં તલાં (મણ, શેર, આદિ અને માપ (પાલી, ગજ, વગેરે) મેટાં રાખે છે. દેવાનાં તેલ, માપ ઓછાં રાખે છે, અને દેખાડવાનાં તેલ, માપ બરાબર રાખે છે.
આમ, જુદાં જુદાં તોલમાપ રાખી લોકોને છેતરી, વિશ્વાસઘાત કરે છે. તેવી જ રીતે, તેલમાપ કરતી વખતે છેતરપિંડી કરીને ઓછું આપે છે અને વધુ લઈ લે છે. ગરીબ બિચારા દિનભર તનતોડ પરિશ્રમ કરી રોજના ચાર છ આના મુશ્કેલી કમાય છે. અને તેના ઉપર તેના આખા કુટુંબના નિર્વાહને આધાર હોય છે તેનો કશે વિચાર કે કશી દરકાર કરતાં નથી. તેઓ નામે શાહુકાર છતાં કમેં ચાર જ છે.
ગરીબની સાથે આ પ્રકારનો વિશ્વાસ કરવો એ અક્ષમ્ય ગુને છે. આમ કરવાથી તાત્કાલિક ડોઘણો લાભ માલૂમ પડે છે, પણ પરિણામે ઘણું હાનિ થાય છે. આવું કરનાર વેપારીઓ જનતાને વિશ્વાસ ગુમાવે અને પરિણામે ધંધો સાવ પડી ભાંગે છે, રાજદંડ વગેરે અનેક
* વર્તમાનમાં ભેળસેળવાળી વસ્તુઓને પ્રચાર ખૂબ જ વધી ગયો છે. ઊંચી કિંમતની સારી વસ્તુમાં છૂપી રીતે નીચી કિંમતની હલકી વસ્તુ ભેળવી તેને સારી વસ્તુના ભાવમાં વેચી ધન કમાનારા વધી પડ્યા છે. વિદેશી સાકરમાં હાડકાને ભૂકો ભેળવે છે. તેને સફેદ બનાવવા ગાય અને સુવર વગેરેના લેહીથી તે ધૂએ છે. ઘીમાં ચરબી ભેળવે છે. ભેંસના ઘીમાં વેજિટેબલ ઘી મેળવી તેને ભેંસનું ઘી કહી વેચે છે, તલના તેલમાં માંડવીનું તેલ ભેળવી તલનું તેલ કહી વેચે છે. સાબુમાં ચરબી મેળવે છે. કેસરમાં પણ ગાયની નસના બારીક તંતુ વગેરે મેળવે છે.
આવી રીતે આપણા વપરાશમાં આવતી વસ્તુઓને વિદેશી લોકોએ ભ્રષ્ટ -બનાવી મૂકી છે, અને સસ્તી જાણી બધા તે લેવા લલચાય છે. ધર્મભ્રષ્ટ થઈ તેને કશે ખ્યાલ કરતા નથી, અને તેને ખરીદી પંચેંદ્રિય જીવોના વધને ઉત્તેજન આપી મહાપાપના ભાગીદાર બને છે. ખાંડ વગેરેમાં ગાય અને સૂવરનાં હાડકાં, લેહી, વગેરેને ઉપયોગ થતો હોવાની વાત હવે જગજાહેર થઈ ચૂકી છે. તે હિંદુ મુસલમાન દરેકની ફરજ છે કે આવી ધર્મભ્રષ્ટ કરનારી ચીજોનો સ્પર્શ પણ ન કરે. પિતાના ધર્મકર્મમાં પવિત્ર રહેવું તે ધર્માત્માઓ અને ઈમાનદાર મનુષ્યનું ખાસ કર્તવ્ય છે.