________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
७०४
આ પ્રમાણે જ મિત્ર સ્વજનાદિ પણ વિશ્વાસે રહી કોઈ ગુપ્ત વાત કહે તે કઈને કહેવી નહિ.
ઉક્ત ત્રણે અતિચારોને સારાંશ એ છે કે, જે આપણાથી બની શકે તે ગુણવંતના ગુણાનુવાદ કરવા, પરંતુ દુર્ગુણ તે કેઈના પણ કદાપિ પ્રગટ કરવા જ નહિ.
૪. મા વસે–મૃષા એટલે જૂઠો ઉપદેશ આપે તો અતિચાર લાગે. જેમકે હિંસા વગેરે પાંચ આશ્રવ સેવવાને ઉપદેશ, અષ્ટાંગ નિમિત્તનો ઉપદેશ, મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધાદિને ઉપદેશ, પૂજા, યજ્ઞ, હવનને ઉપદેશ, સ્નાનને તથા ફળ, ફૂલ, પત્રાદિ તેડવાનો ઉપદેશ, ગરીબ, અનાથોને અન્નાદિથી પોષવામાં પાપ છે એવો ઉપદેશ, કલેશ ઉત્પાદક કે કલેશવર્ધક ઉપદેશ, પિતા-પુત્ર, સ્ત્રી–ભર્તાર, શેઠ–નોકર ભાઈ-ભાઈ, વગેરેમાં પરસ્પર વિરોધ પાડવાનો ઉપદેશ, સ્ત્રીકથા, ભત્તકથા, દેશકઘા, રાજકથા, ઈત્યાદિ વિકથાઓ કરવી, ખોટા પ્રપંચ રચીને અન્યને પરાજય કરવાની સંમતિ આપવી, ઈત્યાદિ પ્રકારના ઉપદેશ તે મૃષાઉપદેશ કહેવાય છે.
જેના ઉપદેશથી જે આરંભ અથવા કલેશ નિષ્પન્ન થાય છે તે પાપને અધિકારી તે ઉપદેશક થાય છે. અસત્ય ઉપદેશ આપવો, અનુચિત કે અનુપયોગી વાતે કરવી તે શ્રાવકનું કામ નથી. પ્રસંગ પ્રાપ્ત થયે પ્રમાણે પેત સત્ય + નિર્દોષ વચચ્ચાર કરી આત્માને પાપથી બચાવે તે જ શ્રાવક કહેવાય છે.
૪ શ્રાવકે ભાષાના ૮ ગુણ ધારણ કરવા જોઈએ. ૧. અવસરે થેડું બેલે, બહુ બેલ બેલ કરવાથી કિંમત ઘટે છે.
૨. થોડું બોલે તે પણ ઈષ્ટ, મિષ્ટ અને મનેઝ બેલે કોઈને જરા પણ દુ:ખ ઊપજે તેવું કે નિંદાયુકત ન બોલે.
૩. મિષ્ટ વચન બેલે, અને તે પણ સમયોચિત બેલે. રામ નામ સારું છે છતાં લગ્ન પ્રસંગે “રામ બોલો ભાઈ રામ,” એમ ન બોલાય.
૪. સમયોચિત બોલે અને તે પણ ચતુરાઈ સહિત બેલે. વાક્યાતુર્યથી રાજા મહારાજા તેમજ મોટી પરિષદને મંત્રમુગ્ધ બનાવી શકાય છે