________________
ન તત્વ પ્રકાશ આવા પ્રકારના પ્રહાર શ્રાવક કદાપિ ન કરે. વળી, જે ઠેકાણે એક વાર માર માર્યો હોય તે જ ઠેકાણે બીજી વાર પ્રહાર ન કરે, તેમ જ શિર, ગુદા, ગુપ્તદ્રિય, હાડકાં, વગેરે મર્મસ્થાન પર પ્રહાર કરે નહિ. કારણ કે મર્મસ્થાન પર પ્રહાર કરવાથી તેમને બહુ દુઃખ થાય છે. એવું જાણું એવા સ્થાન પર પ્રહાર ન કરે.
૩. છવિએ—અંગે પાંગનું છેદનભેદન કરે તે અતિચાર લાગે. કેટલાક અજ્ઞાની જન ગાય, ભેંસ, બળદ, ઘોડા, વગેરેને આજ્ઞામાં ચલાવવા માટે તેનાં નાક વીંધી નથ નાખે છે, ઘેડાને લોઢાના કાંટાવાળા ચોકડાં ચડાવે છે, પગમાં ખીલા અને નાળ જડાવે છે, તથા શોભા નિમિત્તે ત્રિશૂલ ચકાદિ તપાવેલાં લેઢાં તેના અંગ પર ચાંપી દઈ ચામડું બાળી દે છે, કાનનું છેદન કરી કડીઓ પહેરાવે છે, પૂંછડાં છેદે છે, શીંગડાં કાપી નાંખે છે. ગુપ્લેન્દ્રિયનું છેદન કરે છે, ખસી કરી પુરુષત્વહીન કરી નાખે છે. ઇત્યાદિ નિર્દયતાનાં કામ કરવાં કે કરાવવાં તે શ્રાવકને બિલકુલ ઉચિત નથી.
કદાચિત્ કોઈ અંગ સડી જાય અથવા ગડ, ગુંબડ, રસળી, વગેરે થવાથી તેને દુઃખમુક્ત કરવા માટે અંગોપાંગ છેદાવવાં પડે તે આરામ થતાં સુધી તેની પાસેથી કાંઈ કામ ન લે. તેવી જ રીતે, પુત્ર, પુત્રી, શ્રી આદિને દાગીના પહેરાવવાને માટે તેનાં કાન, નાક આદિ વીંધાવવાં પડે તે તેમની ઇચ્છા વિરુદ્ધ બલાકારે કદી પણ ન વીંધાવે.
૪. અઈભારે–મનુષ્ય, પશુ, વગેરે પાસે તેના ગજા ઉપરાંત ભાર લાદે અથવા ખેંચાવે તો અતિચાર લાગે જેમકે ગાડી, ઘડાં, બળદ, પાડા, મજૂર, ઈત્યાદિ દ્વારા કોઈ સ્થળે કઈ માલ પહોંચાડવાને પ્રસંગ પ્રાપ્ત થાય, તો જેની પીઠ પર, કાંધ પર ગડ, મુંબડ, ચાંદાં આદિ કઈ પ્રકારનું દર્દ થયું હોય અથવા તે ભૂલો, લંગડો, અપંગ, દુર્બળ, રોગિષ્ઠ, ઓછી ઉમરવાળા કે વૃદ્ધ ઉમરવાળા તથા હીન શિક્તિવાળો હોય તો તેના ઉપર કઈ પ્રકારનું વજન લાદે નહિ. કેમ કે તે બિચારા બહુ જ દુઃખ પામે છે, અને કોઈ વાર તેમનું મૃત્યુ પણ થઈ જાય છે.