________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૪. મકાઈના ડોડા શેકવાથી, ઘઉં, બાજરા કે જુવારના પાંક પાડવાથી, ચણાના એળા પાડવાથી, બેકર, નાગરવેલનાં પાન, મૂળા, મેથીની ભાજી, મિષ્ટ ફળ, સડેલી વસ્તુ, ઇત્યાદિમાં ત્રસ જીવ હાય છે તેથી તેવી વસ્તુ શેકવાથી કે ખાવાથી તેમાં રહેલા ત્રસ જીવની ઘાત થાય છે.
૬૯૦
૧૫. ગાય, ભેંસ, ઘેાડા, વગેરેના રહેવાના સ્થાનમાં વાડી કરવાથી સ જીવની ઘાત થાય છે.
૧૬. નાળ કે ખીલાવાળાં પગરખાં પહેરવાથી પગ નીચે ઘણા ત્રસ જીવે ચગદાઈ મરે છે.
આ તેમજ આવા જ પ્રકારનાં બીજાં જે જે કામે ત્રસ જીવની હિં‘સાનાં છે તેના શ્રાવક વિવેકબુદ્ધિએ વિચાર કરી ત્યાગ કરે છે. અને એ રીતે પહેલુ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત પાળી સાચા શ્રાવક બને છે. હવે સ્થાવર જીવાની હિંસાથી સર્વથા નિવૃત્ત ન થઈ શકાય તા પણ નીચે પ્રમાણેની સાવચેતી શ્રાવકે અવશ્ય રાખવી જોઈ એ. ૧. પૃથ્વીકાય—ખેતીવાડી કરવાનાં, જમીન ખેાદવાનાં, મીઠુ, ખારા, ખડી, હિંગળા, ગેરુ, આદિ પૃથ્વીકાયના વ્યાપારનાં, સચેત ક્ષારાથી વસ્ત્ર ધાવાનાં, સચેત માટીથી દાતણ કરવાનાં તથા ચૂલા, કાઠી, આદિ ઉપકરણ અને મકાન બનાવવ વગેરે પ્રકારનાં પૃથ્વીકાયની હિંસાથી નિવવા યથાશક્તિ યુતના કરે. વિના કારણ પૃથ્વીકાયની હિંસા કરે નહિ અને પૃથ્વીકાયની ચતના કરે.
૨. અપકાય—નદી, તળાવ, કૂવા, વાવ, આદિ જળાશયામાં અંદર પડી સ્નાન કરવાથી પાણી દુર્ગંધયુક્ત થઈ રાગિષ્ઠ ખની જાય છે. અને અપકાય જીવાની તથા તેની નિશ્રાએ રહેલા ત્રસકાય જીવાની મોટા પ્રમાણમાં હિંસા થાય છે.
કેટલાક અજ્ઞાની મનુષ્યા પેાતાના સ્વજન, કુટુંબી વગેરેમાં કેાઈનુ મૃત્યુ થયુ હાય તેને સ્વર્ગ પહાંચાડવાના હેતુથી તેના શરીરની રાખ