________________
६८८
જેન તત્ત્વ પ્રકા -
૩. પાયખાનામાં દિશાએ જવાથી અને ગટર, મેરી, વગેરેમાં પેશાબ કરવાથી અસંખ્યાતા સંમૂર્છાિમ મનુષ્ય તથા કૃમિ આદિ જંતુએની ઘાત થાય છે. વળી, દુર્ગધથી તથા રોગી મનુષ્યોના પેશાબ પર પેશાબ કરવાથી ચાંદી વગેરે ચેપી રોગ લાગુ પડી જાય છે. માટે જાજરૂ, ગટર, વગેરેનો ઉપયોગ ન કરતાં શ્રાવકે ખુલી જમીનમાં મળમૂત્રનો ત્યાગ કરવો.
૪. ધરતીની ફાટમાં, દરમાં, રાખ, છેતરાં, ઘાસ, છાણને ઢગલો, વગેરે ઉપર પેશાબ કે ઝાડો કરવાથી તેની અંદર રહેલા ત્રણ જીની ઘાત થવા સંભવ છે માટે ત્યાં ન બેસવું.
પ. પ્રતિલેખન કર્યા (બારીકાઈથી નજરે જોયા) વિના વસ્ત્રો ધેબીને આપવાથી, ખાટલા વગેરે પાણીમાં ડુબાડવાથી તથા તે ઉપર ગરમ પાણી. રેડવાથી તેને આશ્રિત રહેલા માંકડ વગેરે ત્રસ જીવોની ઘાત થાય છે.
૬. દશેરા, દિવાળી, આદિ પર્વ દિન ચોમાસામાં આવે છે તે વખતે દીવાલ વગેરે ઉપર માંકડ આદિ જંતુઓ હોય છે, પરંતુ લેકરૂઢિને અનુસરી લીપણ, ધાવણ, ઘેળાવવા, વગેરે કરવાથી ત્રસ જીવની ઘાત થાય છે.
૭. લેટ, દાળ, શાકે સુકવણી, પાપડ, વડી, સેવ મસાલા પકવાન્ન, આદિ ખાદ્ય પદાર્થોને ઘણા દિવસ સુધી સંગ્રહ કરી રાખવાથી. તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થઈ જાય છે, તેમ જ તે તે ચીજ વગર, જે ખાવાથી ત્રસ જીવોનું ભક્ષણ થઈ જાય છે.
૮. ચૂલે, ઘંટી, છાણ, લાકડાં, લોટ, દાળ, શાક, મશાલા, વાસણ, ખાણિ, આદિ કોઈ પણ વસ્તુને વિના દેખે કામમાં લેવાથી ત્રસ જીવની. ઘાત થઈ જાય છે.
૯. ચોમાસાના દિવસોમાં જમીન પર છાણાં, લાકડાં, માટીનાં વાસણ, વગેરેમાં કંથુઆ આદિ જંતુઓની ઉત્પત્તિ થઈ જાય છે, તેથી તેવી વસ્તુઓને ઊન કે શણની જણીથી પજ્યા વિના ઉપગમાં લેવાથી ત્રસ જીવની ઘાત થાય છે.