________________
૬૬૬
જૈન તત્વ પ્રકાશ
સત્સંગતિને પ્રાપ્ત કરી સદ્ જ્ઞાન શ્રવણ કરવાને સુયોગ મળવાથી સ૬ગુણનું સંક્ષિપ્ત કથન શ્રવણ કરી તત્કાળ ભાવભેદને સમજી જાય અને મિથ્યાત્વને પરિત્યાગ કરી સદ્ધર્મનો સ્વીકાર કરી લે તેને સંક્ષેપ રુચિવાળે જાણો.
૧૦. ધર્મારૂચિ-સમ્યફવાદિ સૂત્રધર્મ અને ત્રતાદિ ચારિત્રધર્મ તથા ક્ષમા, નિર્લોભતા આદિ યતિધર્મ ઈત્યાદિ પ્રકારના ધર્મનું કથન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે તેનું શ્રદ્ધાન કરી આરાધના કરવાની રુચિ થાય, તથા ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યના સૂકમ ભાવે તથા ગાંગેય આદિના ભાંગા શ્રવણ કરી, સંદેહ રહિત સત્ય શ્રદ્ધાન કરી ઉત્સાહપૂર્વક ધર્માનુષ્ઠાન, ધર્મકરણનું સમાચરણ કરે તેને ધર્મરુચિવાળે જાણો.
જેવી રીતે વરને નાશ થવાથી મનુષ્યને ભજનની રુચિ જાગૃત થાય છે અને રુચિપૂર્વક કરાયેલું ભેજન સુખકર્તા નીવડે છે, તેવી જ રીતે મિથ્યા-વરૂપ વરને નાશ થવાથી દસ પ્રકારથી ધર્મનું આરાધન કરવાની રુચિ જાગૃત થાય છે અને રુચિપૂર્વક-ઉત્સાહપૂર્વક આચરણ. કરેલો ધર્મ યથાર્થ ફળદાતા બની આત્માને અક્ષય સુખી બનાવે છે.
સમકિતીને હિતશિક્ષા પ્રથમ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ નીચે પ્રમાણે સમકિતીઓને હિતશિક્ષા આપી છે.
૧. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ તીર્થકરોનું ફરમાન છે કે, બે ઈન્દ્રિયાદિ પ્રાણી, વનસ્પત્યાદિ ભૂત, પંચૅક્રિયાદિ જીવ, તથા પૃથવ્યાદિ સત્ત્વની જ્યાં કિંચિત્ માત્ર પણ હિંસા કદાપિ થતી નથી, કિંચિત્ માત્ર દુઃખ ઉત્પન્ન થતું નથી ત્યાં જ સત્ય, શુદ્ધ સનાતન ધર્મ છે. રાગીઓન, ત્યાગીઓને ભેગીઓને અને ગીઓને એમ સર્વને તે ધર્મ એકસરખે આદરણીય છે. ૨. ઉક્ત ધર્મનો સ્વીકાર કરી તેને પાલનમાં કદી પણ પ્રમાદી બનવું ન જોઈએ; પરંતુ નિરંતર સુદઢ-અચલ બનીને તેનું પાલન કરવું જોઈએ. ૩. મિથ્યાત્વીઓના મિથ્યા આડંબર