________________
પ્રકરણ ૧ લું અરિહંત
૩. શ્રી બાબુસ્વામીજી જંબુદ્વીપના સુદર્શન મેરુથી પૂર્વના મહાવિદેહ ક્ષેત્રની ૯ મી વચ્છ વિજયની સુસીમા નગરીના સુર્ગવ રાજાની વિજયાદેવી. રાણીથી થયા. લક્ષણ મૃગનું, સ્ત્રીનું નામ મેહના.
૪. શ્રી સુબાહુ સ્વામીજી જંબુદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશોકા નગરીના નિષેધ રાજાની વિજયા રાણીથી થયા. મર્કટ (વાંદરા)નું ચિહ્ન અને સ્ત્રીનું નામ કિપરિયા.
૫. શ્રી સુજાત સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી નગરીના દેવસેન રાજાની દેવસેના રાણીથી થયા. એમનું ચિહ્ન સૂર્યનું અને. સ્ત્રીનું નામ જયસેના.
૬. શ્રી સ્વયંપ્રભ સ્વામીજી પૂર્વધાતકીખંડ દ્વીપના વિજય મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૫ મી વિપ્રા વિજયની વિજયા નગરીના. ચિત્રભુવન રાજાની સુમંગલા રાણીથી થયા. લક્ષણ ચંદ્રનું અને સ્ત્રીનું નામ વીરસેના.
બીજા ચાર-સુજાતનાથ સ્વામી, સ્વયંપ્રભ સ્વામી, ઋષભાનન અને અનંતવીર્ય સ્વામીઃ આ ચાર તીર્થકરે અત્યારે પૂર્વધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે.
ત્રીજા ચાર–સુરપ્રભ સ્વામી, વિશાલપ્રભ સ્વામી, વજીધર સ્વામી અને ચંદ્રાનન સ્વામીઃ આ ચાર તીર્થકરે અત્યારે પશ્ચિમધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે.
ચોથા ચાર-ચંદ્રબાહુ સ્વામી, ભુજંગદેવ સ્વામી, ઈશ્વર સ્વામી અને નેમપ્રભ સ્વામીઃ આ ચાર તીર્થકરો અત્યારે પૂર્વ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે.
પાંચમા ચાર–વીરસેનસ્વામી, મહાભદ્ર સ્વામી, દેવસેન (દેવયશ) સ્વામી. અને અજિતસેન (અજિતવીર્ય) સ્વામીઃ આ ચાર તીર્થકરે અત્યારે પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે.
એક-એક મહાવિદેહ ક્ષેત્રમાં ૪-૪ તીર્થંકર પ્રભુઓ હોય જ, એમ પાંચ. મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થંકર પ્રભુઓ અત્યારે વિચરી રહેલ છે.