________________
પ્રકરણ ૪ થું : સમ્યત્વ
૬૩૭ આ લક્ષણથી પિતે પિતાની અત્યંતર ભાવે પરીક્ષા કરી શકે છે કે મને સમતિ થયું છે કે નહિ!
સાતમે બેલે ભૂષણ ૫ આભૂષણોથી જેમ મનુષ્ય શોભે છે તેમ નીચે દર્શાવેલા પાંચ પ્રકારના ગુણરૂપ ભૂષણથી સમકિતી શેલે છે.
૧. ધર્મમાં કુશળ હેય-ધર્મમાં કુશળતા ૩૨ સૂત્રના જ્ઞાનથી આવે છે. કુશળતાપૂર્વક કરાયેલું હરેક કાર્ય સારું હોય છે. ડાહ્યો માણસ કેઈ પણ પ્રવૃત્તિ હાથ ધરતા પહેલાં તે સંબંધીનું આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને માર્ગમાં આવતી મુશ્કેલીઓને ધીરજથી સામને કરી તેને પાર પહોંચાડે છે. કેઈને ડગાવ્યો ડગતે નથી.
તેવી જ રીતે, સમકિતી પણ ધર્મકાર્યને તથારૂપ તથા યથાર્થ ફલદાયી બનાવવાને માટે પ્રથમ તે ગીતાર્થ ગુરુ આદિની પાસેથી તદ્વિષયક જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મકાર્યમાં કુશળ બને છે અને પછી તે જ્ઞાનના પ્રભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મને પ્રદીપ્ત કરવા માટે અનેક નવી યુક્તિઓની યેજના કરે છે.
ઉપદેશમાં, વ્રતમાં, તપાદિમાં કૌશલ્ય (ચતુરાઈ) બતાવી અન્ય. અનેક ભવ્ય આત્માઓનાં મન તે તરફ આકર્ષે છે અને પાખંડીઓના કુતર્કવાદના છલથી ચલિત ન થતાં ઉત્પાતિકી બુદ્ધિથી તેમના કુતર્કોનું ખંડન કરી ન્યાયયુક્ત સત્ય પક્ષનું સ્થાપન કરે છે.
૨. તીર્થસેવા કરે-દુસ્તર સંસાર સાગરના તીરે એટલે કિનારે રહેલું જે મેક્ષસ્થાને તેને પ્રાપ્ત કરવાના અધિકારી જે સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા એ ચાર તીર્થ છે, તેમને ધર્મારાધનના
મે મુર્શિદાબાદ અજિમગજના બાબુ ધનપતસિંહજી તરફથી પ્રકાશિત નંદીસૂત્ર પૃષ્ઠ ૨૨૪ માં કહ્યું છે કે, નદી તથા યાત્રા કરવાનાં તીર્થ તે સર્વ દ્રવ્ય તીર્થ, જિસ કર સંસાર ન નિરાય, અને સાવદ્ય કર્તવ્ય. તીર્થકર તીરના નહી હે.