________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૬૧૫ પેઠે વાંસલાથી શરીરને છેલ્યું હોય, શૂળીમાં પરોવ્યા હોય, ઘાણીમાં પીત્યા હોય, ક્ષારાદિ તીર્ણ વસ્તુનાં પાણીનાં શરીર પર સિંચન કર્યા હોય, અગ્નિમાં બાળ્યા હોય, કાદવમાં દાટયા હોય, ભૂખ્યા તરસ્યા રાખી રિબાવી રિબાવીને માયાં હોય, તથા મૃગ, પતંગ, ભ્રમર, મચ્છ, હસ્તી, આદિની પેઠે ઇન્દ્રિયેના વિશે પડી મૃત્યુ પામ્યા હેય, વ્રતની વિરાધના કરી તેની આલેચના કર્યા વિના મૃત્યુ પામ્યા હોય, વેર-વિરોધ ઉપશમાવ્યા વિના, ખમાવ્યા વિના મૃત્યુ પામ્યા હોય, પર્વતથી કે વૃક્ષથી પડીને મર્યા હોય, હાથી આદિના મૃતક કલેવરમાં પ્રવેશ કરી મર્યા હેય, અથવા વિષ કે શસથી મૃત્યુ પામ્ય હોય, ઈત્યાદિ કષ્ટોથી પુણ્ય ઉપાર્જન કરી મૃત્યુસમયે જે શુભ પરિણામ આવી જાય તે ૧૨૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે.
૩. ઉક્ત ગ્રામાદિમાં રહેનારા જે મનુષ્ય સ્વભાવથી જ ભદ્રિક --સરલ સ્વભાવી હેય, સ્વભાવથી જ ક્ષમાવંત-શીતળ સ્વભાવી હોય, સ્વભાવથી જ વિનીત નમ્ર હોય, સ્વભાવથી જ ક્રોધાદિ ચારે કષાયેથી ઊપશાંત હય, ઇદ્રિને પાવનાર-કાબૂમાં રાખનાર હોય, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તનાર હોય, માતાપિતાને ભક્ત હોય, માતાપિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હય, અલ્પ તૃષ્ણાવાળા, અલ્પ આરંભી, નિરવદ્ય વૃત્તિથી ઉપજીવિકા કરનાર હોય, તે આયુષ્ય પૂર્ણ કરી ૧૪૦૦૦ વર્ષના આયુષ્યવાળા વાણવ્યંતર દેવ થાય છે.
૪. ગ્રામાદિકમાં જે સ્ત્રીઓ રાજ અંતઃપુર (પડદા)માં રહે છે, દીર્ઘકાળપર્યત પતિને સંગ ન મળવાથી, પતિનું વિદેશગમન હોવાથી, પતિનું મૃત્યુ થવાથી, પતિની અણમાનીતી હેવાથી, બાલવૈધવ્ય પ્રાપ્ત થવાથી, માતાની, પિતાની, પતિની, જાતિની, સાસુની કે સસરા ઈત્યાદિની લજજાથી અથવા એમના તરફના પાકા બંદોબસ્તથી મનમાં ભેગની ઈચ્છા હોવા છતાં પરવશપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે. સ્નાન, મંજન, તૈલમર્દન, પુષ્પમાલા ધારણ ઈત્યાદિ શંગાર તજે છે. શરીર પર મેલ, પ્રદ આદિને પરિષહ ખમે છે, દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, માખણ, મદિરા, માંસ ઈત્યાદિ બલિષ્ટ અને સ્વાદિષ્ટ ભજનને ત્યાગ કરે