________________
'૬૧૦
જૈન તત્ત્વ પ્રકાશ આપણી બુદ્ધિ અતિ અલ્પ છે તે અનંત જ્ઞાનીનાં કહેલાં તને સમજી ન શકે, તે પ્રસંગે શ્રદ્ધા રાખવી, પણ સંશય ન વેદવો. સંગે સંમત્ત નારૂ ” એ આચારાંગ સૂત્રના કથનાનુસાર શંકાથી સમકિતને નાશ થાય છે. આવું જાણું સમકિતી જીવ હોય તે મિથ્યાત્વીઓના કુત, કુહેતુઓથી ભ્રમમાં પડી જિનવચન પર કદી પણ શંકા રાખતું નથી, અને જે કઈ વાત ન સમજાય તે પિતાની અલપજ્ઞતાને જ દોષ જુએ છે. અને નિર્ગથે પ્રવચનને પરમ સત્ય અને પરમ હિતકર સમજી તેના પર પૂર્ણ પ્રતીતિ આણે છે. અરિહંતદેવ સર્વજ્ઞ તેમજ વીતરાગ હોવાથી ભૂલ કરે જ નહિ તેમજ અસત્ય બોલે નહીં એમ જાણી સમકિતીએ જિન વચન પર શંકા કરવી નહિ.
૨. કંખા (કાંક્ષા)-મિથ્યાત્વદર્શનની ચાહના-અહિતકર તને અભિલાષ. શ્રી જિનેવર પ્રણીત વિનયમૂળ, દયામય, સત્યમય ધર્મ, કે જે ઢંગધતુરા વિનાને સત્યધર્મ છે. ધર્મ પાળનાર પૈકી કઈ અન્ય મતાવલંબીઓમાં થતા મિથ્યા આડંબરે, જુઠા ચમત્કાર આદિથી વાહ પામી તે મત અંગીકાર કરવાની અભિલાષા કરે તે કાંક્ષા દુષણ. આ દૂષણને પરિત્યાગ કરે. હેગ, ધતુરા, બાહ્યાડંબરથી કદી પણ આત્મકલ્યાણ સાધી શકાતું નથી. મિથ્યાત્વનાં પુસ્તક પણ વાંચવાની ઇચછા ન કરવી. જૈન દર્શનથી વમેલા કોઈ મિથ્યાત્વીનું એક પણ વચન ગ્રહણ કરવું નહિ તેમ જ જૈન પુસ્તકમાં સામેલ કરવું નહિ.
દષ્ટાંત–એક કંદોઈની દુકાન પાસેથી ઊંટ પસાર થયું. તે ઊંટે દુકાન નજીક લીંડાં કર્યા, તેમાંનું એક લીડું ઊછળીને ચાસણીના તાવડામાં પડી ગયું અને તેના ઉપર સાકરને ગલેપ ચડી ગયે. કદઈએ તેને લાડુની સાથે સામેલ કરી દીધું અને તે લાડુના ભાવમાં જ ખપી ગયું. ખાનારને જ્યાં લગી ગલેપ હતું ત્યાં લગી તે સ્વાદ મીઠો લાગે અને મજા પડી પરંતુ અંતે તે લીંડું જ રહ્યું !
આવી જ રીતે, બાલ તપસ્વીઓ લાંબા નખ વધારે, ઊંચે મસ્તકે ટીંગાય, શરીર સૂકવી નાખે, પંચાગ્નિ તપે, કંદમૂળાદિનું ભક્ષણ