________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૬૦૭
દાખલા તરીકે, રાવબહાદુર, દીવાન બહાદુર, ઓનરરી મેજિસ્ટ્રેટ ઈત્યાદિ પદવી (ઉપાધિ) સરકારના અમલદારો પ્રસન્ન થાય ત્યારે એનાયત કરે છે. જેની તેમને એક કેડી પણ ખર્ચવી પડતી નથી, અને મફતમાં જ પિતાના નોકર સદશ બનાવી તેમને ફસાવે છે કે, તેઓને આપેલી ઉપાધિ કદાચ પાછી ખેંચી લે તે જગતમાં મેટું દેખાડતાં પણ શરમાય છે, અને કવચિત કેઈ આપઘાત પણ કરી બેસે છે. આવી કૃપા અને આવી ઉપાધિ શા કામની !
વળી, શ્રીમાને તે શ્રીમાનેને જ પસંદ કરે છે. ગરીબેને તુચ્છ સમજી તેમની સાથે વાત કરતાં પણ લજવાય છે, અચકાય છે. તેથી ગરીબો માટે તેવાઓ તરફથી સહાયતાની આશા આકાશકુસુમવત મિથ્યા છે. ગરીબોના બેલી એવા શ્રીમાને આ કાળમાં બહુ થોડા છે. ચક્કસ માનજો કે, સમય પર ગરીબે જેટલા કામમાં આવે તેટલા શ્રીમાન કામમાં આવવા મુશ્કેલ છે. વળી જગતમાં આપણે સુખોપભેગના જે જે પદાર્થો પ્રાપ્ત કરી રહ્યા છીએ તેને ઉત્પાદનમાં વિશેષ હિસે ગરીબેને જ હોય છે. આવું જાણવા છતાં પણ અધિકાંશ લેકે રાજા અને શ્રીમાનોને જ વિનય કરે છે, અને ધર્માત્માઓ તથા ગરીબોના વિનયથી વંચિત રહે છે, એ ઘણા જ ખેદની વાત છે.
તેમણે જાણવું જોઈએ કે રાજાદિને વિનય સ્વાર્થ સાધનના હતરૂપ હોવાથી વિનયરૂપ સગુણમાં તેની ગણના થઈ શકતા નથી. પારમાર્થિક બુદ્ધિથી ગુણવૃદ્ધ વ્યક્તિઓને વિનય કરવામાં આવે તે જ સાચે વિનય છે. અને તેવા વિનય વડે જ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે.
આવા વિનયના ૧૦ પ્રકાર કહ્યા છેઃ–૧. અરિહંતને વિનય ૨. સિદ્ધિને વિનય, ૩. આચાર્યને વિનય, ૪. ઉપાધ્યાયને વિનય, પ.
સ્થવિર (જ્ઞાનવૃદ્ધ, ગુણવૃદ્ધ અને વયેવૃદ્ધ)ને વિનય ૬. તપસ્વીને | વિનય, ૭. સમાન સાધુને વિનય, ૮. ગણુસમ્પ્રદાયનો વિનય ૯. ચતુર્વિધા સંઘને વિનય અને ૧૦. શુદ્ધ કિયાવંતને વિનય*
* વિશુઝ ક્રિયાથી જેમને લૌકિક વ્યવહાર શુદ્ધ હોય અને જે ઘણા લોકોના માનનીય હોય તે કદાચ જ્ઞાનમાં ચડિયાતા ન પણ હોય, તો પણ ગચ્છ. મમત્વ છોડીને તેમને વિનય કર જોઇએ.