________________
૬૦૩
પ્રકરણ ૪થું : સમ્યકત્વ મને મારે નહિ, હું સાચેસાચું કહી દઉં છું. મેં ગુને કરેલે, તેથી રાજાએ મારું નાક કપાવી નાખ્યું હતું, પરંતુ મારી એબ ઢાંકવા હું આમ કરું છું. અમે બધા ખેટા છીએ. આવી રીતે રાજા અને બીજા લોકે બચી ગયા.
આવી રીતે જિનપ્રણત દુષ્કર કરણી અને નિરાલમ્બન વૃત્તિને નિર્વાહ ન થવાથી કેટલાક મંત્રાદિ અનેક લાલચ આપી અથવા ઇન્દ્રિયેના ધર્મ તરીકે અપનાવીને ભેળા લોકોને ભ્રમમાં ફસાવે છે. અને સત્ય ધર્મથી ભ્રષ્ટ બનાવે છે, અને તે લાલચુ લેકે માન, પૂજા, પ્રતિષ્ઠાની લાલચમાં પડી તેમના કહ્યા પ્રમાણે કરે છે, પરંતુ પ્રધાનની પેઠે સુજ્ઞ અને બુદ્ધિવંત હોય તે પાખડીઓનાં પાખંડને ઉઘાડાં પાડી. આત્માથી ને તેમના પંજામાંથી બચાવે છે.
૪. કુદંસણ વજજણ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસન માનવાવાળા, જિનપ્રણીત કથનથી વિપરીત કિયા કરવાવાળા એવા કદાગ્રહી મિથ્યાત્વીની સંગતિ ન કરવી, કારણ કે અનંત કાળ પર્યત આપણે મિથ્યાત્વમાં રમણ કર્યા કર્યું છે, એટલે મિથ્યાત્વને આપણને ગાઢ સંપર્ક છે, તેથી મિથ્યાત્વની વાતેની શીવ્ર અસર થઈ જાય છે. આ કારણથી મિથ્યાત્વીઓથી પ્રથમથી દૂર રહેવું તે હિતાવહ છે. ભેળા અને બ્રમણામાં નાખવા કેટલાક કુદર્શનીઓ કહે છે કે, તમારા ધર્મની પેઠે જ અમારે પણ અહિંસા ધર્મ છે, વિશેષ કશે ફરક છે જ નહિ, આવું સાંભળી ભેળા લેકે તેમને સમાગમ કરે છે, પછી તે સમજાવે છે, કે આપણું સુખભેગને અર્થે હિંસા કરવી તે પાપ છે. પરંતુ ધર્માર્થે કરેલી હિંસા તે અહિંસા ગણાય, જેમ તમારા સાધુજી ધર્મ પરમાથે નદી ઊતરે છે તેમ, ઈત્યાદિ સાંભળી તે ભેળા કે ભ્રમમાં પડે છે.
સુજ્ઞ જન હોય તે તરત ઉત્તર આપે કે, એક જ દેશમાં વિશેષ કાળ રહેવાથી સાધુને ક્ષેત્રપ્રતિબદ્ધતા આદિ દોષને સંભવ છે તેથી બચવા તેમ જ ઉપકારનું કારણ જાણી તે હિંસાના પાપથી ડરતા. અને પશ્ચાત્તાપ કરતા થકા વિધિયુક્ત યતનાપૂર્વક નદી ઊતરે છે. પણ.