________________
$30
જૈન તત્ત્વ પ્રકાશ
વ્યવહાર સમકિતનાં લક્ષણુ-છપય છંદ હેાં દ્રવ્ય નવ તત્ત્વ, ભેઢ જાકે સમ જાને; દોષ અઠારા રહિત, દેવ તાકો પ્રમાને; સયમ સહિત સુસાધુ, હાય નિગ્રંથ નિગી; મત અવિધ ગ્રંથ, તાહિ માને પર ત્યાગી; કેવલભાષિત ધર્મ ધર, ગુણસ્થાન ખુઝે પરમ ભઈયા નિહાર વિવહાર યહ, સમ્યક્ લક્ષણ જિન ધરમ.
અથ ઃ—જેમને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય અને જીવાદિ નવ તત્ત્વનું જ્ઞાન, દ્રવ્ય, ગુણું, પર્યાયના ભાવ ભેદ સહિત યથા હાય, જે અઢાર દોષ રહિત અરિહંતને દેવ કરી માને, શુદ્ધ સયમધારી નિગ્રંથ સાધુને ગુરુ કરી માને, જિનેશ્વર ભાષિત ધર્મથી જે અવિરોધી હોય તેને ધર્મશાસ્ત્ર કરી માને, કેવળજ્ઞાનીને ફરમાવેલા ( દયામય ) તેને ધમ કરી માને, અને જે ૧૪ ગુણસ્થાનકના મના રૂડે પ્રકારે જાણકાર હાય તેને વ્યવાર સમિતી જાણવા.
ધ
વ્યવહાર સમકિતના ૬૭ ખેલ
૪. શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ યતના, ૬ આગાર, તે સ્થાનક અને, ૬ ભાવના એ સર્વ મળી ૬૭ ખેલ થયા. તેનુ વર્ણન :
પહેલે બેલે ૪ શ્રી
गाथा - परमत्थ संथवो वा सुठ्ठि परमत्य सेवणा वावि ।
1
वावन्न कुदंसण वज्जणा, सम्मत्तरस सदहणा ||
૧. પરમત્ય સથવા :—આત્માના પરમ ઉત્કૃષ્ટ અથ જે મેક્ષ પ્રાપ્તિ અને તે સાધવાના જે જ્ઞાનાદિ રત્નાદિ રત્નત્રયીરૂપી ઉપાય તે જ પરમાથ કહેવાય છે. મેાક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપ નિજ જ્ઞાન, દર્શન, ચારિત્રથી પેાતાના આત્માના અનુભવ કરવા તે પરમ અના પરિચય છે. તે નવ તત્ત્વ અને છ દ્રવ્યના જ્ઞાન થયા પછી આવે.