________________
- ૫૮૮
જેન તત્વ પ્રકાશ
૧. અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં કેઈ વખતે કઈ આત્માને એ યુગ બને કે, જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોની સર્વ અપ્રશસ્ત (બૂરી) પ્રકૃતિઓના અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતાં ઘટાડતાં ક્રમશઃ ઉપર આવે છે ત્યારે ક્ષપશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે.
૨. આ પશમ લબ્ધિના પ્રતાપથી અશુભ કર્મના રદય ઘટે છે. તેથી સંકિષ્ટ પરિણામની હાનિ અને વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થવાથી જીવને સાતવેદનીયાદિ શુભ કર્મ પ્રકૃતિએને બંધ કરવાવાળા ધર્માનુરાગરૂપ શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે તે વિશુદ્ધ લબ્ધિ .
૩. આ વિશુદ્ધ લબ્ધિના પ્રભાવથી આચાર્યાદિનાં દર્શન કરવાની અને વાણી શ્રવણની અભિલાષા જાગૃત થાય છે અને સત્સમાગમ કરી પડદ્રવ્ય, નવ તત્વ ઈત્યાદિને જ્ઞાતા બને, તે દેશના લબ્ધિ.
૪. ઉપર્યુક્ત ત્રણ લબ્ધિ પામેલે જીવ સમય સમય વિશુદ્ધતાની વૃદ્ધિ કરતે આયુષ્ય સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ એક કાડાઝેડ સાગરથી કમી કરે, ઘાતિકર્મને અનુભાગ (રસ), જે પર્વત સમાન કઠણ હતે તેને કાછ તથા લતા સમાન રાખે. અને અઘાતિકર્મને અનુભાગ હળાહળ વિષરૂપ હતું તેને લીંબડા તથા કાંજી સમાન રાખવાની યોગ્યતાને પામે તે પ્રગ લબ્ધિ.
આ ચાર લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બનેને હોય છે.
૫. આ પ્રયોગ લબ્ધિના પ્રથમ સમયથી માંડીને પૂર્વોક્ત એક કોડાકોડી સાગરોપમમાં કંઈક કમ સ્થિતિ રાખી હતી તેને (આયુષ્ય સિવાયનાં બીજાં કર્મોની સ્થિતિને) પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી કમી કરે. (દિગંબર મત પ્રમાણે ૭૦૦ તથા ૮૦૦ સાગરોપમ કમતી થઈ જાય) ત્યારે પાંચમી કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે (આ લબ્ધિ ભવ્ય જીવને જ હોય છે).
અહીં ત્રણ કરણ કરે છે. ૧. અધઃપ્રવૃત્તિ કરેણ, ૨. અપૂવ કરણ, અને૩. અનિવૃત્તિ કરણ (કષાયની મંદતાને કરણ કહે છે).