________________
પ્રકરણ ૩
: મિથ્યાત્વ
૫૭૭
આ પચે પદવીધારકના છતા ગુણોને ઓળવે અને અછતા દેનું આરોપણ કરે તે આશાતના.
૭. શ્રાવકની આશાતના
૮. શ્રાવિકાની આશાતના (શ્રાવક-શ્રાવિકાને કુપાત્ર કહે, ઝેરના ટુકડા કહેઃ તેઓને પધવા તેવામાં પાપ બતાવે તે આશાતના.).
૯. દેવતાની આશાતના. ૧૦. દેવીની આશાતના. ૧૧. લેકનાં આશાતના. ૧૨. પહેલેકની આશાતના. ૧૩. કેવળી પ્રરૂપિત ધર્મની આશાતના. ૧૪. દેવ, મનુષ્ય સહિત જે લેક છે, તેની આશાતના.
૧૫. સર્વ પ્રાણી, ભૂત, જીવ સત્ત્વની આશાતના. (જીવની હિંસામાં ધર્મ અને રક્ષામાં પાપ બતાવે તથા જીવને જીવ માને નહિ. તે આશાતના લાગે).
૧૬. કાકાલ (થા સમય યાચિત કિયા સમાચરે નહીં તે કાલ)ની આશાતના
૧૭. શાસ્ત્રનાં વચન ઉત્થાપે તથા વિપરીત પરિણમાવે તે સૂત્રની આશાતના.
૧૮. જેમની પાસેથી શાસ્ત્ર જ્ઞાન સંપાદન કર્યું. તેમની આશાતના તે સૂત્રદેવની આશાતના.
* જૈન જ્યોતિષ વિદ્યાના પ્રચારના અભાવે સામ્પ્રત સમયે કાળને યથાર્થ નિર્ણય કરવામાં ગોટાળો થઇ ગયો છે, તેથી પાખી, માસી, સંવત્સરી, આદિ પર્વતિથિઓની યથોચિત કાળે આરાધના–કરવાનું પણ મુશ્કેલ થઇ પડયું છે. તથાપિ ઘણા વિદ્વાનો એકમત થઈને આ સંબંધી જે નિર્ણય કરે તે પ્રમાણે પર્વારાધન કરવાથી પણ ભગવાનની આજ્ઞાના આરાધક (વ્યવહારસૂત્ર કથિત પાંચ વ્યવહારને અનુસારે) થઈ શકાય છે.