________________
૪૮૪
જૈન તત્ત્વ પ્રકાશ્ય
પ. સમ્યક્ કૃત–અહંતપ્રણીત, ગણધરગ્રથિત, તથા જઘન્ય ૧૦ પૂર્વનું પૂર્ણ જ્ઞાન ભણેલા હોય તેને રચેલાં શાસ્ત્રો તે.
૬. મિથ્યાશ્રત–પિતાની મતિ કલ્પનાથી બનાવેલા છે જેમાં હિંસાદિ પાંચ આસવ સેવન કરવાને ઉપદેશ હોય, જેમકે વૈદિક, તિષ.
૭. સાદિકૃત–આદિ સહિત કૃતજ્ઞાન. ૮. અનાદિમૃત-આદિ રહિત શ્રુત જ્ઞાન. ૯, સપર્યવસિત શ્રત–અંતસહિત શ્રુતજ્ઞાન. ૧૦. અપર્યવસિત-અંતરહિત કૃતજ્ઞાન. ૧૧. ગમિકશ્રત-દષ્ટિવાદ અંગેનું જ્ઞાન. ૧૨. આમિક-શ્રત–આચારાંગાદિ કાલિક સૂત્રનું જ્ઞાન. ૧૩. અંગપ્રવિષ્ઠ–દ્વાદશાંગ સૂત્ર.
૧૪. અંગબાહ્ય–તેના બે ભેદ (૧) આવશ્યક–સામાયિકાદિ ૬ આવશ્યક અને (૨) આવશ્યક વ્યતિરિક્ત-કાલિક ઉત્કાલિકાદિ સૂત્રા.
* દસ પૂર્વથી ન્યૂન જ્ઞાનવાળાના બનાવેલા ગ્રન્થો પૂર્ણ વિશ્વસનીય ન ગણાય. કારણ કે નવ પૂર્વ સુધીનું જ્ઞાન અભવ્ય જીવ પણ પ્રાપ્ત કરી શકે છે.
+ સાદિ, અનાદિ, સપર્યવસિત શ્રુતનો ખુલાસો :
(૧) દ્રવ્યથી–એક જીવ અધ્યયન કરવા બેઠો. તે અધ્યયન પૂર્ણ કરશે તેનો આદિ અંત હોવાથી એક જીવ આ8ાયી સાદિ સાંત. ઘણા જીવો ભૂતકાળમાં અનાદિકાળથી ભણ્યા છે અને ભવિષ્યમાં ભણશે. તેનો આદિ અંત ન હોવાથી અનાદિ અનંત. | (૨) ક્ષેત્રથી–ભરત ઐરાવત ક્ષેત્રમાં સમયનું પરિવર્તન હોવાથી સાદિ સાંત શ્રત હોય છે અને મહાવિદેહમાં સદૈવ સરખે કાળ હોવાથી અનાદિ શ્રત હોય છે.
(૩) કાળથી–ઉત્સર્પિણી કાળ આશ્રી સાદિ સાંત અને અવસર્પિણી નોઉત્સર્પિણી આશ્રી અનાદિ અનંત.
(૪) ભાવથી–પ્રત્યેક તીર્થકરના પ્રકાશિત ભાવ આશ્રી સાદિ સાંત અને ક્ષયોપથમિક ભાવ આશ્રી અનાદિ અનંત શ્રુતજ્ઞાન જાણવું.
* દષ્ટિવાદ અંગેનો ખુલાસો પ્રથમ ખંડના ચેથા પ્રકરણમાં છે.