________________
૪૭૯
પ્રકરણ ૨ જું : સૂત્ર ધમ
ચાર પ્રમાણ જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણ કહે છે. નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિર્ણય કરવામાં આવે ત્યારે નય કહેવાય અને અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય.
નય વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દ્રષ્ટિથી ગ્રહણ કરે છે.
પ્રમાણ ચાર છે :–૧. પ્રત્યક્ષ પ્રમાણ, ૨. અનુમાન પ્રમાણ, 2. આગમ પ્રમાણ અને ૪, ઉપમા પ્રમાણ.
૧. પ્રત્યક્ષ પ્રમાણુ –વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થાય છે. તેના બે પ્રકાર –૧. ઇંદ્રિીય પ્રત્યક્ષપ્રમાણ. ૨. નેઈદ્રિય પ્રત્યક્ષપ્રમાણ તેમાં ઇંદ્રિયપ્રત્યક્ષના બે પ્રકાર :-૧. દ્રલેંદ્રિયપ્રત્યક્ષ. અને ૨. ભાવેંદ્રિયપ્રત્યક્ષ. તેમાં દ્રવ્યેદ્રિયપ્રત્યક્ષના વળી. બે પ્રકાર ૧. નિવૃત્તિ અને, ૨. ઉપકરણ. તેમાં નિવૃત્તિના વળી બે પ્રકાર :-૧. અત્યંતર નિવૃત્તિ તે જે નેત્રાદિ ઈદ્રિયની આકૃતિ રૂપ બનીને સ્વસ્થાનમાં આત્મપ્રદેશ રહે છે. અને, ૨. બાહ્યનિવૃત્તિ તે જે નામકર્મના ઉદયથી પાંચે ઈદ્રિયના આકારરૂપ પુદ્ગલસમૂહ આત્મપ્રદેશની સત્તાને અવગાહ્યા કરે તે.
હવે બીજું ઉપકરણ (ઉપકારી હોય તે) તે પણ બે પ્રકારનું છેઃ 1. અત્યંતર ઉપકરણ તે જે નેત્રેમાં કૃષ્ણ વેત મંડલ છે તે. અને, ૨. બાહ્ય ઉપકરણ તે જે ધૂળ, તૃગુ આદિથી આંખનું રક્ષણ કરી રહેલ છે. પોપચાં, પાંપણ, વગેરે.
ભાવઈ દ્રિયના પણ બે પ્રકાર છેઃ ૧. લબ્ધિ. તે જ્ઞાનાવરણીય કર્મના પશમથી જે ઈતિમાં જાણવાની શક્તિ પ્રકટે તે અને, ૨. ઉપયોગ-જે લબ્ધિના સામર્થ્યથી આત્મા ઇદ્રિના વિષયમાં પ્રવૃત્ત થાય, અર્થાત્ સમયસર ઈદ્રિયે યચિત કામ આપે. જેમકે–૧.