________________
જૈન તત્વ પ્રકાશ
૧૪. અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા રાણીથી ૧૪ મા તીર્થંકર શ્રી અનંતનાથજીને જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળો, શકરા પક્ષીનું લક્ષણ, દેહમાન ૫૦ ધનુષ્યનું અને આયુષ્ય ૩૦ લાખ વર્ષનું હતું, જેમાં ૨૨ લાખ વર્ષ સુધી ગૃહવાસમાં રહી છાા લાખ વર્ષ સંયમ પાળી ૭૦૦ સાધુઓ સાથે મોક્ષે પહોંચ્યા. ૧૩મા અને ૧૪મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૮ સાગર છે.
૧૫. રત્નપુરીના ભાનુ રાજાની સુવતી રાણીની કુક્ષિએ ૧૫ મા તીર્થકર શ્રી ધર્મનાથજીને જન્મ થયો. એમના શરીરને રંગસેના જેવો પીળે હતો. વજનું લક્ષણ, દેહમાન ૪૫ ઘનુષ્યનું અને આયુષ્ય ૧૦ લાખ વર્ષનું હતું. તેમાં ૯ લાખ વર્ષ ગૃહવાસમાં રહ્યા પછી એક લાખ વર્ષ સંયમ પાળી ૮૦૦ સાધુઓ સાથે મુક્ત થયા. ૧૪મા અને ૧૫ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૪ સાગર છે.
- ૧૬.૧૫મા અને ૧૬ મા તીર્થકરોનાં નિર્વાણનું અંતર ૩ સાગરમાં પિણે પલ્ય ઓછું છે. હસ્તિનાપુરના રાજા વિશ્વસેનની અચિરા રાણીથી ૧૬ મા તીર્થંકર શ્રી શાન્તિનાથજીનો જન્મ થયો. એમના શરીરનો વર્ણ પણ સુવર્ણ જેવો પીળો, મૃગનું લક્ષણ, દેહમાન ૪૦ ધનુષ્ય અને આયુષ્ય એક લાખ વર્ષનું હતું, જેમાં ૭૫ હજાર વર્ષ ગૃહવાસમાં રહી અને ૨૫૦૦૦ વર્ષ સંયમ પાળી ૯૦૦ સાધુઓ સાથે મેલે પધાર્યા.
A. ૧૭. ૧૬ મા અને ૧૭ મા તીર્થંકરના નિર્વાણનું અંતર અર્ધ પલ્ય છે. ગજપુર નગરના સુર રાજાની શ્રીદેવી રાણીથી ૧૭મા તીર્થંકર શ્રી કુંથુનાથજીને જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળો, બકરાનું લક્ષણ, દેહમાન ૩૫ ધનુષ્યનું અને આયુષ્ય ૫ હજાર વર્ષનું હતું. જેમાંથી ૭૧ હજાર વર્ષ ગૃહવાસમાં રહ્યા અને ૨૩ હજાર વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા.