________________
શ્વકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪પ૩ અનેક ગામથી, અનેક પ્રકારથી અને અનેક માર્ગથી જે નય કઈ પણ વસ્તુને માને છે તે નયને નૈગમન કહે છે.
નૈગમનયવાળે સામાન્ય માને એટલે કઈ પણ વસ્તુમાં તેના નામ અંશ માત્ર ગુણ હોય તે પણ તેને પૂર્ણ વસ્તુ માને.
વળી, વિશેષને પણ મને એટલે કઈ પણ વસ્તુમાં તેના નામ પ્રમાણે પૂર્ણ ગુણ હોય તે પણ તે વસ્તુ માને. ગયા કાળમાં કામ થઈ ગયું તેને, વર્તમાન કાળમાં કામ થાય છે તેને અને આવતા કાળમાં કામ બનશે એ ત્રણે કાર્યને સત્ય માને. નૈગમનયવાળો નિક્ષેપ ચારે માને.
ર. સંગ્રહનય–સંસ્કૃત્તિ વિશેઘાન સામાન્ય સત્તાં aો જતિ ચાર રાંદૂ-અર્થાત્ વિશેષ પદાર્થોને જે સામાન્યપણે ગ્રહણ કરી લેવા તેનું નામ સંગ્રહનય.
જેમકે એક નામ લેવાથી તે નામને સર્વગુણ, સર્વપયાંય, અને સર્વ પરિવાર સાથે ગ્રહણ કરે. થેડામાં ઘણું સમજે; ઉદાહરણ—કેઈ શાહુકારે તેના નેકરને કહ્યું કે “દાતણ લાવો” ત્યારે નોકરે એક
દાતણ’ શબ્દના અનુસારે દાતણું, પાણીને લેટો, અરીસે, દાંતિયે, દંતમંજન, સળી, સુર, વગેરે વસ્તુ લાવી મૂકી. વળી શેઠે કહ્યું કે,
પાન લાવે” એટલે તેણે પાન, સોપારી, કાશે, ચૂને, મસાલે, વગેરે આણું આગળ મૂક્યું. એ પ્રમાણે કેઈએ બગીચાનું નામ લીધું તે સંગ્રહનયવાળે ઝાડ, ફળ, ફૂલ વગેરે તમામ સમજે છે.
સંગ્રહનયવાળે સામાન્યને માને છે પણ વિશેષને બતાવતું નથી. એ નયવાળે ત્રણ કાળની વાત માને અને નિક્ષેપ ચારે માને. દ્રવ્યના સમૂહોમાંથી જે બધાને લાગુ પડે એવી સામાન્ય સત્તા બતાવે તે સંગ્રહનય. જેમકે લેકમાં છ દ્રવ્ય અને અલેકમાં એક દ્રવ્ય તેથી દ્રવ્યત્વથી લેક અને અલકનું એકત્વ બતાવે, ઘણુ મનુષ્ય હોય તેમાં મનુષ્યત્વથી સર્વ મનુષ્યનું એકત્વ બતાવી દે, સર્વ જીને એક જીવ -શબ્દથી બેલાવે.