________________
४४८
જૈન તત્વ પ્રકાશ (૮) જેમ રાજાની આજ્ઞા થઈ કે અમુક મનુષ્યોને અમુક રકમ આપવી છતાં ભંડારી (કોષાધ્યક્ષ) આપે ત્યારે જ તેને લાભની. પ્રાપ્તિ થઈ શકે. તેવી જ રીતે, સત્તામાં તે સર્વ જીવની પાસે સર્વ સુખ પ્રાપ્ત કરવાની શક્તિ છે, પરંતુ અંતરાય કર્મના ઉદયથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી. આ પ્રમાણે આત્મપ્રદેશની સાથે કર્મ પ્રદેશને સંબંધ થવાથી આમા કર્મ પુદગલે (પ્રદેશ)ના ઉદયાનુસાર સંસારમાં વિચિત્રતા પામે છે.
એ ચારે બંધ ઉપર દૃષ્ટાંત–(૧) સૂંઠ, મેથી, વગેરે ચીજો નાખીને લાડુ બનાવ્યો. તે લાડુ વાયુ, પિત્ત, વગેરેનો નાશ કરે તે તેની. પ્રકૃતિ (સ્વભાવ) કહેવાય. (૨) તે લાડુ એક મહિને બે મહિના એમ જેટલો સમય તેને તે સ્વરૂપે રહે તેને સ્થિતિ (કાળનું પ્રમાણ) કહેવાય. (૩) તે લાડુ કડ, મીઠે કે તીખો હોય તે રસ (અનુભાગ) કહેવાય. અને, (૪) તે લાડમાં કોઈ ચેડા દળને પરિણામે નીપજે, કેઈ બહુ દળને પરિણામે નીપજો. એમ લાડુ વિષેનું દ્રવ્યનું ઓછાવત્તાપણાનું જે પ્રમાણ (પ્રદેશ) તેને પ્રદેશબંધ કહેવાય છે. એ દષ્ટાંતથી ચારે બંધનું સ્વરૂપ સમજવું.
૯ મેક્ષ તત્વ બંધનો પ્રતિપક્ષી મેક્ષ છે. ચારે બંધથી બંધાઈ રહેલે જીવ, તમામ કર્મબંધથી છૂટી મુકત થાય તેને મિક્ષ કહે છે. એ મેક્ષ ચાર પ્રકારે મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં કહ્યું છે કે
नाणेण जाणई भावे, देसणेण य सदहे ।
चरि-तैण य गिण्हाइ, तवेण परिसुज्झई ॥ ३५ અર્થ–૧. સમ્યજ્ઞાને કરીને, નિત્ય, અનિત્ય, શાશ્વત, અશાશ્વત, શુદ્ધ, અશુદ્ધ, હિત, અહિત, લેક, અલેક, આત્મા, અનાત્મા, ઈત્યાદિ સર્વ વસ્તુઓનું સ્વરૂપ જાણે.