________________
પ્રકરણ ૨ જુ: સૂવ ધર્મ
૪૩૫ (૧૯) ભંડ, ઉપકરણ ઉપયોગ સહિત લે અને મૂકે, (૨૦) સૂઈ કુસગ્ન ન કરે એટલે સોય અને તણખલા જેવી નાની ચીજ પણ જતનાથી લે અને રાખે. એ ૨૦ પ્રકારે સંવર થાય છે.
વિશેષ રીતે સંવરના પ૭ ભેદ થાય છે. ૧. ઇર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણ સમિતિ, ૪. આદાન ભંડ નિક્ષેપના સમિતિ ૫. પરિઠાવણિયા સમિતિ, એ પાંચ સમિતિ તથા ૬. મનગુપ્તિ ૭. વચન ગુતિ ૮. કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ મળી આઠ પ્રવચન માતાને પાળે; ૯. સુધા, ૧૦. તૃષા, ૧૧. શીત, ૧૨. ઉષ્ણ, ૧૩. દંશમસ (ડાંસ-મચ્છર), ૧૪. અચેલ, ૧૫. અરતિ, ૧૬. સ્ત્રી, ૧૭. ચરિયા (ચાલવું), ૧૮. નિસિહિયા (બેસવું), ૧૯. શય્યા, ૨૦, આક્રોશ વચન ૨૧. વધ, ૨૨, યાચના, ૨૩. અલાભ, ૨૪, રેગ, ૨૫. તૃણ સ્પર્શ, ૨૬. મેલ, ૨૭. સત્કાર પુરસ્કાર, ૨૮. પ્રજ્ઞા, ૨૯. અજ્ઞાન, ૩૦ દર્શન. એ ૨૨ પરિષહ જીતે. ૩૧. ખંતિ (ક્ષાંતિ-ક્ષમા), ૩૨. મુત્તિ [નિર્લોભતા], ૩૩, અજજવ [નિષ્કપટતા–સરળતા], ૩૪. મક્વ, [કમળતા, ૩૫. લાઘવ [લઘુતા] ૩૬. સચ્ચે [સત્ય], ૩૭. સંયમ, ૩૪. તપ, ૩૯. રિયાએ [ત્યાગ], ૪૦. બ્રહ્મચર્ય [શિયળ], એ દશ પ્રકારના યતિધર્મને આરાધે, ૪૧. અનિત્ય, ૪૨. અશરણ, ૪૩. સંસાર, ૪૪.
એકત્વ, ૪પ. અન્યત્વ, ૪૬. અશુચિ, ૪૭. આસવ, ૪૮. સંવર, ૪૯ નિર્જરા, ૫૦. લોક, ૫૧. બેધિબીજ, પર. ધર્મ, એ બાર ભાવના ભાવે, ૫૩. સામાયિક, ૫૪. છેદો પસ્થાપનીય, પપ. પરિહારવિશુદ્ધ, પ૬. સૂકમ સંપરાય, ૫૭. યથાખ્યાત; એ પાંચ ચારિત્ર પાળે.
એ સત્તાવન પ્રકારે સંવરકરણ આદરવાથી આત્મારૂપી વહાણમાં આસવરૂપી છિદ્રોમાંથી પાપરુપ પાણી આવતું બંધ થાય છે અને વહાણ સંસાર સમુદ્રને પેલે પાર સહીસલામત પહોંચે છે.
- ૭. નિર્જરા તત્ત્વ આત્મારૂપી વહાણમાં કર્મ પાપરૂપી પાણી આવતું હતું તે તે સંવર કરણીરૂપી પાટિયાં આડાં દઈ કયું પણ તે પહેલાં આવી