________________
પ્રકરણ ૨ જું સૂત્ર ધર્મ
૪૧૯ એ નવ પ્રકારનાં પુણ્ય કરતી વખતે પુગળ ઉપરથી મમતા ઉતારવી પડે છે, મહેનત પણ કરવી પડે છે, એ પુણ્યનાં ફળ ભગવતી વખતે આરામ અને સુખ મળે છે.
એ નવ પ્રકારે બાંધેલાં પુણ્યનાં ફળ ૪૨ પ્રકારે ભગવે છે. તેનાં નામ-૧ સાતવેદનીય, ૨. ઊંચ શેત્ર, ૩, મનુષ્ય ગતિ, ૪. મનુષ્યાનુપૂવી એ ૫. દેવ ગતિ, ૬ દેવાનુપૂવી, ૭. પંચેન્દ્રિયની જાતિ, ૮. ઔદ્યારિક શરીર, ૯. વૈક્રિય શરીર, ૧૦. આહારક શરીર, ૧૧. તેજસ શરીર ૧૨. કાર્પણ શરીર, ૧૩. ઔદારિક શરીરનાં અગે પગx, ૧૪. વૈકિય શરીરનાં અંગોપાંગ, ૧૫. આહારક શરીરના અંગોપાંગ, ૧૬. વાષભનારા સંઘયણ, ૧૭. સમચતુરસ સંડાણ, ૧૮. શુભ વર્ણ, ૧૯. શુભ ગંધ, ૨૦ શુભ રસ ૨૧. શુભ સ્પર્શ ૨૨, અગુરુલઘુનામ (પિતાનું શરીર હલકું કે ભારે લાગે નહીં તે આ કર્મથી) ૨૩. પરાઘાત નામ (બીજાથી હારે નહિ) ૨૪. ઉધાસ નામ (પૂરે ઉશ્વાસ લે) ૨૫. આતાપ નામ (પ્રતાપી) ૨૬. ઉદ્યોત નામ (તેજસ્વી) ર૭. શુભ ચાલવાની ગતિ ૨૮. નિર્માણ નામ (અંગોપાંગ બરાબર યેગ્ય સ્થાને હોય) ર૯ ત્રસ નામ ૩૦ બાદર નામ ૩૧. પર્યાપ્ત નામ ૩૨. પ્રત્યેક નામ (એક શરીરમાં એક જીવ), ૩૩. સ્થિર નામ (શરીરને બાંધે દઢ હોય). ૩૪. શુભ નામ ૩૫. સૌભાગ્ય નામ ૩૬. સુસ્વર નામ, ૩૭. આદેય નામ (સર્વ જન વચન માન્ય કરે), ૩૮. યશેકીતિ નામ, ૩૯. દેવતાનું આયુષ્ય. ૪૦. મનુષ્યનું આયુષ્ય ૪૧. તિર્યંચનું આયુષ્ય જુગલવત્ ૪૨, તીર્થકર નામકર્મ (તીર્થકરની પદવી પામે) એ ૪૨ પ્રકારથી પુણ્યનાં ફળ ભગવે છે.
પુણ્યનું જાણપણું સૂમ બુદ્ધિથી કરવાની ઘણી જરૂર છે. વળી પુણ્યકર્મ જ્યાં આદરવા જોગ હોય ત્યાં જરૂર આદરે અને છોડવા જોગ હોય ત્યાં જરૂર છેડે એ બાબતમાં વિવેકબુદ્ધિથી વિચાર કર.
* જીવને એક ભવમાંથી બીજા ભવમાં લઈ જનારી પ્રકૃતિ તે અનુપૂવ. ૪ અંગ એટલે શરીર અને ઉપાંગ એટલે હાથ, પગ, આંગળી વગેરે.