SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્માં અંતરદ્વીપના મળી ૧૦૧ ભેદ ગર્ભજ મનુષ્યના થયા, તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ અબ્બે ભેદ ગણતાં ૨૦૨ ભેદ ગર્ભજ મનુષ્યના થયા. સમુમિ મનુષ્ય—એ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના શરીરમાંથી નીકળતી ચૌદ X વસ્તુઓમાં જે જીવ પેદા થાય છે તેને સમુમિ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્તા જ મરે છે. માટે તેના ૧૦૧ ભેદ ગણતાં કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. દેવતાના ૧૯૮ ભેદ ૪૧૩ ૧૦ ભવનપતિ દેવતા, ૧૫ પરમાધામી દેવતા, ૧૬ વાણુ તર દેવતા, ૧૦ જભકા દેવતા, ૧૦ જ્યાતિષી દેવતા, ૩ કિન્નિષી દેવતા, ૧૨ દેવલાકના દેવતા, ૯ લેાકાંતિક દેવતા, ૯ ત્રૈવેયકના દેવતા, ૫ અનુત્તર વિમાનના દેવતા, એ સર્વાં મળી ૯૯ જાતના દેવતા છે. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા એવા બબ્બે ભેદ છે. તેથી ૯૪ર=૧૯૮ ભેદ દેવતાના થયા. + × સમૂર્છિ મ મનુષ્યા ઊપજે તે ચૌદ સ્થાનકનાં નામ—. ઉચ્ચારેસુ વા—ઝાડા (વિષ્ઠા) માં ઊપજે, તે ૨. પાસવણેસુ વા—પેશાબમાં ઊપજે તે, ૩. ખેલેસુ વા—બળખામાં ઊપજે તે, ૪. સંઘાણેસુ વા—નાકની લીંટ (શેડા)માં ઊપજે તે, ૫. વતેસુ વા–વમન (ઊલટી)માં ઊપજે તે, ૬. પિત્તોસુ વાપિત્તમાં ઊપજે તે, ૭. પુઍસુ વા—પરુ, રસીમાં ઊપજે તે, ૮. સાણિએસુ વાલાહીમાં ઊપજે તે, ૯. સુક્કેસુ વા–શુક્ર-વીર્યમાં ઊપજે તે, ૧૦. સુક્કા પેગલપરિસાડિયેસુ વા સુકાણા વીર્યાદિકનાં પુદ્દગલ ભીનાં થાય ત્યારે ઊપજે તે, ૧૧. વિગયજીવકલેવરેસુ વા-મૂએલા મનુષ્યના કલેવર (શરીર)માં ઊપજે તે, ૧૨. ઇન્થીપુરિસ સોગેસુ વાસ્ત્રી પુરુષના સંજોગમાં ઊપજે તે. ૧૩. નગરનિધમણેસુ વા—નગરની બાળ વગેરેમાં ઊપજે તે, ૧૪ સવ્વસુ ચેવ અસુઇઠાણેસુ વા—મનુષ્ય સંબંધી સવે અશુચિનાં સ્થાનક (ચીપડા વગેરે)માં ઊપજે તે. એ ચૌદ વસ્તુ મનુષ્યના શરીરમાંથી દૂર થયા પછી અંત હૂ જેટલા વખતમાં તેમાં અસંખ્યાતા સમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે અને મરે છે એને સ્પર્શી કરવાથી સમૂર્છિમ મનુષ્યની ઘાત થાય છે માટે અશુચિનાં સ્થાનકની જતના કરો તેા દ્રવ્ય (બાહ્ય) અને ભાવે (અભ્યંતર) ઘણા લાભ થશે. * સર્વ દેવતાઓનું વિશેષ વર્ણન પ્રથમ ખંડના બીજા પ્રકરણમાં થઇ. ગયું છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy