________________
૪૦૮
જેન તત્ત્વ પ્રકાશ
જીને વિચાર કરતાં એ વનસ્પતિને સ્પર્શ કરતાં પણ અનંત જીની હાનિ થવાથી કેટલું પાપ લાગે તે સહેજે સમજી શકાય છે. જેન તથા વિષ્ણુના ધર્મમાં બતાવ્યું છે કે એ સાધારણ વનસ્પતિને આહાર કરે એ મહા પાપનું કારણ છે. સાધારણ વનસ્પતિ એ નરદમ અનંત છને પીંડ છે.
જમીનમાંથી કંદમૂળ બહાર કાઢવાં એ સ્ત્રીને કાચ ગર્ભ બહાર કાઢવા જેવું છે. જમીનમાં રહેતાં કંદમૂળ સદા કાચાં હોય છે. કેઈ દિવસ પાકતાં નથી, તેથી અભક્ષ્ય કહેલ છે. સાધારણ વનસ્પતિ કાયના જીવો એક શ્વાસોશ્વાસ જેટલા વખતમાં ૧ળા જન્મમરણ કરે છે. એ લેખે એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે પૃથ્વી, પાણી, અપ અને તે એ ચાર સ્થાવરકાયમાં અસંખ્યાતા જ હોય છે ત્યારે પાંચમી વનસ્પતિકાયમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત જ હોય છે.
૬. જંગમકાય (ત્રસ જીવ)-છકાયના જીવના ભેદમાં છઠ્ઠો ભેદ જંગમકાય છે. જંગમ કાયના જીવને ત્રસ જીવ” કહે છે. એ જંગમકાયના જીના કુલ ૫૪૧ ભેદ છે, તેમાંથી મનુષ્યના ૩૦૩, દેવતાના ૧૯૮ અને આગળ વર્ણવ્યા તે નારકીના ૧૪ ભેદ મળી ૫૧૫ ભેદ બાદ કરતાં બાકી ૨૬ ભેદ તિર્યંચ જંગમકાયના છે. બે ઇંદ્રિય જીવ, તેઈદ્રિય જીવ, ચૌરેન્દ્રિય જીવ, એ ત્રણ વિગલેંદ્રિયના અપર્યાપ્તા અને પર્યાપ્તા ગણતાં તિર્યંચ વિગતેંદ્રિયના છ ભેદ થયા.
જંગમકાય (ત્રીસ)માં જે તિર્યંચ પંચૅપ્રિય છે, તેના જળચર થળચર, ઉરપર, ભુજપર અને ખેચર એમ પાંચ ભેદ છે. તે દરેકના સંમૂર્ણિમ અને ગર્ભજ એમ બે વગે છે તેથી દસ ભેદ થયા. અને તે દસેના અપર્યાપ્તા અને પર્યાપ્તા ગણતા તિર્ય“ચ પચેંદ્રિયના કુલ વીસ ભેદ થયા. તેમાં વિગતેંદ્રિયના છ ઉમેરતાં છવ્વીસ ભેદ થયા તે
X એક મુહર્તમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવો ૧૨૮૨૪ ભવ કરે છે. પ્રત્યેક વનસ્પતિના જીવો ૩૨૭૦૦ ભવ કરે છે. સાધારણ વનસ્પતિના જીવો ૬૫૫૩૬ ભવ કરે છે. બેઇંદ્રિયના ૮૦, તેઇંદ્રિયના ૬૦, ચઉરિંદ્રિયના ૪૦, અસંજ્ઞી પંચેંદ્રિયના ૨૪ અને સંજ્ઞી પંચેદ્રિયના જીવો ૧ મુહૂર્તમાં ઉત્કૃષ્ટો ૧ ભવ કરે છે..