________________
પ્રકરણ બીજુ
સૂત્ર ધર્મ ગાથા - ના તમો સા, દિક્ સવ રંગા अन्नाणी किं काही, किंवा नाही सेय पावगं ॥
[ દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪, ગાથા ૧૦ ] પ્રથમ જ્ઞાન અને પછી દયા” જ્ઞાનથી જીવ અજીવને જાણે તે જ તેની રક્ષા કરી શકે. માટે સર્વે ધર્માત્માઓએ પ્રથમ જ્ઞાનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. જેને જ્ઞાનનો અભ્યાસ નથી, તે પોતાના આત્માનું સુખ-કલ્યાણ કયાં કર્મોથી થાય છે, અને દુઃખ ક્યાં કર્મોથી આવે છે, તે જાણી નહિ શકે. જે સુખદુઃખ લાવનારાં કર્મોને નહિ. જાણે તે શું કરી શકશે ? કંઈ જ નહિ.
ગાથા -નાળા દવા gaurIg, અન્ના મોલ વિવાપાપ ! रागस्स दोसस्स य संखएणं, एगत सुक्खं समुवेइ मोक्ख ॥
[ ઉ. ૩૨]. હૃદયમાં જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મોહને નાશ થાય છે. અજ્ઞાન અને મેહને નાશ થવાથી હૃદયમાં જ્ઞાનમય મહાન દિવ્ય પ્રકાશ પૂર્ણ સ્વરૂપે પ્રગટે છે. એ દિવ્ય પ્રકાશથી જગતના તમામ પદાર્થોનું અને રાગદ્વેષથી થતા કર્મબંધનાં ફળોનું હસ્તામલકાવત્ જાણપણું થાય છે. એ જ્ઞાન વડે જે કઈ તમામ કર્મોનું મૂળ રાગદ્વેષ જ છે એમ જાણી તેને ત્યાગ કરશે તે એકાંત. શાશ્વત અને અવિનાશી મેક્ષના સદૈવ ભેગવનાર થશે. માટે સાચા સુખની ઈચ્છાવાળાં પ્રાણી-- ઓએ સદ્દજ્ઞાનનો અભ્યાસ પ્રથમ કરવો જોઈએ.