________________
૩૮૮
જૈન તત્વ પ્રકાશ વાને જેગ મળ્યો હોવાથી તેમાંથી પૂર્ણ રસ ગ્રહણ કરે. .
(૧૫) આ લેકના સુખની તથા માનકીર્તિની ઈચ્છા રહિત થઈ સુણે.
(૧૬) પરલોકમાં પણ એકાંત મેક્ષનાં હેતુ માટે જ સાંભળે. (૧૭) વક્તા ઉપદેશકને તન, મન, ધનથી યથાયોગ્ય સહાય દે. (૧૮) વક્તાનું મન પ્રસન્ન રાખે. (૧૯) સાંભળેલી વાતની ચોયણું કરી નિશ્ચય કરે.
(૨૦) સાંભળ્યા પછી સગાં, સ્નેહી, પડોશી વગેરેની પાસે ધર્મકથા પ્રગટ કરી તેમને પણ ધર્મ ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવે.
(૨૧) સર્વે શુભ ગુણોને ગ્રાહક હોય. * ઉત્તમ શ્રેતાના ગુણ વિષે
છીપય
શ્રેતા ગુણ છે પ્રથમ નેહ ભર નયણાં નીરખે, હસ્ત વદન હોંકાર સાર પંડિત ગુણ પરખે; શ્રવણ ધરે ગુરુ વચન, સુણતાં રાખે સરખે, ભાવ ભેદ રસ પ્રીછ, રીઝ મન માંહી હરખે; સમજે વિનય વિચાર, સાર ચતુરાઈ આગળા,
કહે “કૃપા” એવી સભા, તબ દાખે પંડિત કળા. ૧ હવે કુaોતાનાં લક્ષણો કહે છે.
છપ્પય કાઈ બેઠા ઊંઘે જ, જાય કોઈ અધવચ ઊઠી, હેરત કરે કઈ ટોળ, કરે નિંદા બહુ રૂઠી, કેાઈ રમાડે બાળ, ધર્મ મત ગપ છે જુઠી, કોઈ ન લેતા સાર, વચ્ચે કોઈ પાડે ત્રુટી; ગળે હાથ કો” દઈ કરી, ગપ વચ્ચે ઘાલે ગળા, કહે “કૃપા” એવી સભા, પંડિત કયમ દાખે કળા ! ૨.