________________
પ્રકાશકનું નિવેદન
શ્રી શામજી વેલજી વીરાણી સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંધ, રાજકે, છેલ્લા ૨૫ વર્ષથી સ્થા. જૈન સમાજમાં જ્ઞાન પ્રચારના હેતુથી લગભગ અધી કિંમતે ઉપયોગી જૈન પુસ્તક પ્રગટ કરે છે. સંસ્થાએ આજ સુધીમાં ૧૦૦ જેટલા પુસ્તક પ્રગટ કરી સમાજમાં બહોળો પ્રચાર કર્યો છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી.
જ્ઞાનસાગર, થાકસંગ્રહ, જૈન તત્ત્વ પ્રકાશ, સમર્થ સમાધાન, જૈન તત્વપૃચ્છા, આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિકસૂત્ર અને વ્યાખ્યાન સંગ્રહ, ચરિત્રે વગેરે પ્રગટ કરી આ સંસ્થાએ શક્ય એટલી સાહિત્ય સેવા કરી છે અને સમાજે તેને બિરદાવી છે તે માટે અમે સમાજના આભારી છીએ.
જૈન તત્વ પ્રકાશ નામક આ ગ્રંથને જૈન તત્ત્વજ્ઞાનનું હાર્દ કે આગમગ્રંથેનો નિચોડ કહી શકાય, કેમકે લેખક મુનિશ્રીએ ખૂબ ચિંતન, મનનપૂર્વક આ ગ્રંથમાં અનેક તત્વદશ વિષયે રજુ કર્યા છે તે માટે સમાજ લેખક મુનિશ્રીને ખૂબ ઋણી છે. આ ગ્રંથની ચાર આવૃત્તિઓ હિંદી ભાષામાં અને ચાર આવૃત્તિઓ ગુજરાતી ભાષામાં આ અગાઉ પ્રગટ થઈ ચુકેલ છે, છતાં ગુર્જર ભાષા ભાષી જનતાની ખૂબ જ માગણી હેઈ આ સંસ્થા તરફથી વધુ એક નવી આવૃત્તિ પ્રગટ કરીએ છીએ તેને જનતા હર્ષપૂર્વક વધાવી લેશે એવી અમને આશા છે.
આ નવી આવૃત્તિના સંશોધનનું તથા વ્યવસ્થાનું સઘળું કાર્ય સ્થા. જૈન પત્ર (અમદાવાદ)ના તંત્રી શ્રી જીવણલાલ છ. સંઘવીએ ટુંક સમયમાં કરી આપ્યું છે તે માટે અમે તેઓશ્રીને આભાર માનીએ છીએ.
આ પુસ્તકને સર્વીશે શુદ્ધ કરવામાં પૂરતી કાળજી રાખવામાં આવી છે, તેમ છતાં દષ્ટિદોષ કે મુદ્રણદોષના કારણે ભૂલે રહી જવા પામી હોય તો તેને સુધારી લેવા વિનંતી છે.
વૈશાખ સુદ ૩, અક્ષય તૃતીયા તા. ૨૬-૪-૧૯૮૨ દિવાનપરા, રાજકોટ
શામજી વેલજી વિરાણી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ