________________
પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ
એ પાંચમાં જીવ ઉત્કૃષ્ટ ૮ ભવ લગોલગ કરે. એ આઠભવમાંના સાત ભવ સંખ્યાના આયુષ્યવાળા અને એક ભવ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો હોય છે.
ફરતે ફરતે જીવ નરક ગતિમાં અવતાર લે, તે નરકના જીની ૪ લાખ જાતિ છે. પચીસ લાખ ક્રોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરનું છે. નરકમાં જીવને એક સાથે એક જ ભવ થાય છે. લગોલગ બીજે ભવ થતું નથી. ૪ પરિભ્રમણ કરતે જીવ દેવગતિમાં ઊપજે તે ત્યાં ચાર લાખ જાતિ છે. દેવતાનાં છવીસ લાખ કરોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરનું છે. દેવગતિમાં પણ જીવને એક જ ભવ થાય છે.
એ પ્રમાણે મનુષ્ય ગતિમાં આવતા પહેલાં જીવને બીજી ત્રણ ગતિમાં અતિશય પરિભ્રમણ કરવું પડે છે. તે પરિભ્રમણ કરતાં અનંત પુણ્યનો ઉદય થાય તે તે મનુષ્ય ગતિ પામે છે.
એ મનુષ્ય ગતિમાં ચૌદ લાખ જાતિ છે. બાર લાખ કોડ કુળ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યનું છે. મનુષ્ય ગતિમાં પણ જે જુગલીઆ મનુષ્ય. તરીકે ઊપજે તે એક જ ભવ થાય છે. અને કર્મભૂમિ મનુષ્યમાં ભદ્રિક પરિણામી તરીકે ઊપજે તે લગોલગ સાત ભવ કર્મભૂમિ
* નરક અને સ્વર્ગ (દેવલેક) ને એક ભવ જ થાય છે. નરકનો જીવ. ભરીને નરકમાં ન ઊપજે તેમ દેવતા મરીને દેવતા પણે ન ઊપજે. વળી, નરકને જીવ મરીને દેવતા પણે ન ઊપજે અને દેવતા મરીને નારકીપણે ન ઊપજે. કારણ કે વિશેષ શુભ અને વિશેષ અશુભ કર્મો કરવાનું સ્થળ ખાસ કરીને મૃત્યુલોકમાં (તિછ લેકમાં) છે. અહીંનાં કરેલાં શુભ કર્મોને બદલે સ્વર્ગમાં દેવપણે ઊપજવાથી મળે, અને અશુભ કર્મનું ફળ નરક ગતિમાં નારકીપણે ઊપજવાથી મળે છે.
દાંતઃ-કોઈ માણસ પોતાની દુકાને મોજમજા છેડી પ્રમાદરહિત થઈ કમાણી કરે છે તે પિતાને ઘેર જઈ સુખેથી આરામ પામે છે. પણ જે માણસ. દુકાને મેજમજ ઉડાવી પ્રમાદી બની પિતાના પૈસામાં આગ લગાડે છે તેને પોતાને ઘેર એકાદશી કરવી પડે છે, અર્થાત ગરીબાઈ વગેરે દુઃખ ભોગવવું પડે છે. દુકાનને ભય લેક સમજે, અને ઘર સ્વર્ગ તથા નરક ગણે.