________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૯. ‘સિંહ ઇ’–જેમ કેસરી સિંહુ કાઈ પણ પશુને ડરાવ્યો ડરે નહિ, તેમ સાધુ કોઈ પણ પાખડીથી ચલાયમાન થાય નહિ.
: ૩૪૮
૨૦. ‘પુઢવી ઈવ’–જેમ પૃથ્વી ટાઢ, તાપ, ગંગાજળ, મૂત્ર, નિર્મળ અને મલિન ચીજો સર્વ સમભાવથી સહન કરે છે, અને ધરતીમાતા કહી જેએ પૂજા કરે છે તેઓની તરફ તેમ એંઠવાડ, ગંદવાડ નાંખે છે અને બેઢે છે તેની તરફ સમભાવ રાખે છે તે જ પ્રમાણે સાધુ શત્રુ અને મિત્રો તરફ સમભાવ રાખે તેમ જ નિક અને પૂજક અનેને ઉત્તમ અને એકસરખા ઉપદેશ કરી સંસાર-સાગરથી તારે છે.
૨૧. ‘વિત્ત ઇવ’-ઘી નાંખવાથી અગ્નિ જેમ કેંદ્દીપ્યમાન થાય છે તેમ સાધુ જ્ઞાનાદિ ગુણ! વડે દેદીપ્યમાન થાય છે.
૨૨. ગેાશીષ ચંદન ઈ-જેમ ચંદનને કાપે તથા ખાળે તેમ તેમ સુગધી આપે છે તેમ સાધુ પરિષદુ આપનારા તરફ તેને પેાતાનાં કમ કાપનારો ઉપકારી જીવ જાણી સમભાવથી સહન કરે. *ઉપરાંત ઉપસગ દેનારને પણ ઉપદેશ આપીને તારે.
૨૩. ‘દ્રવિ’—દ્રહ (પાર્થને ધરે) ચાર પ્રકારના છે : (૧) ચુલ્લહિમવંત પદ્માદિ વગેરે વધર પર્યંતના દ્રહમાંથી પાણી બહાર નીકળે છે પણ બહુારનું પાણી અંદર આવતુ નથી તેમકોઇ કોઇ સાધુ ખીજાને શીખવે છે પણ પાતે કેઇની પાસેથી શીખતા નથી (૨) સમુદ્ર’ની પેઠે પાણી અંદર આવે છે પરંતુ અંદરનું પાણી બહાર નીકળતુ નથી, તેમ કેટલાક સાધુ બીજાની પાસેથી જ્ઞાન શીખે છે પણ પાતે કેઈ ને · શીખવતા નથી. (૩) ‘ગંગા પ્રપાત કુંડ’ વગેરેમાં પાણી આવે પણ છે અને બહાર પણ જાય છે તેમ કેટલાક સાધુ જ્ઞાન ખીજા પાસેથી ભણે અને બીજાને ભણાવે પણ છે. (૪) અઢી દ્વીપની ખહારના સમુદ્રોમાં પાણી બહારથી અંદર આવતુ નથી. અંદરથી બહાર પણ જતું નથી, તેમ સાધુ બીજા પાસેથી જ્ઞાન શીખતા નથી અને અન્યને શીખવતા પણ નથી. વળી, જેમ દ્રમાંનું પાણી સદા અખૂટ હોય છે તેમ સાધુની પાસે સદા અખૂટ જ્ઞાનભંડાર હોય છે.