________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૩૯ દેહરો-ઈ, ભાષા, એષણ, ઓળખજો આચાર, ગુણવંત સાધુ દેખીને, વંદે વારંવાર
સાધુની ૮૪ ઉપમા गाथा-उरग गिरि जलन, सागर नहतल तरुगण समो य जो हाइ ।
भमर मिय धरणी, जलरुह रवि पवण समो य सो समणो ।
(૧) ઉરગ (સર્પ) ૨. ગિરિ (પર્વત), ૩. જલન (અગ્નિ) ૪. સાગર પ. નહતલ (આકાશ) ૬. તરુગણ (વૃક્ષે) ૭. ભ્રમર ૮. મિય (મૃગ), ૯. ધરણી, ૧૦. જલરુહ (કમળ) ૧૧. રવિ (સૂર્ય) ૧૨. પવન એ બાર ઉપમામાંના દરેકના સાત ગુણે ગણતાં ૧૨૮૭=૪૪ ઉપમા થાય છે.
૧. • ઉરગ–૧. સપના જે સાધુ હોય છે. જેમ સર્ષ બીજાને માટે નીપજાવેલી જગામાં રહે છે, તેમ સાધુ ગૃહસ્થ પોતાના નિમિત્તે બનાવેલા સ્થાનકમાં રહે છે. ૨. જેમ અગંધન કુળના સર્ષો, વમન કરેલા ઝેરને ફરી વાર ભેગવે નહિ, તેમ સાધુ છડેલા સાંસારિક ભેગેની વાંછા કદી કરે નહિ. ૩. જેમ સર્ષ સીધો ચાલે છે તેમ સાધુ સરળપણાથી મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. ૪. સર્પ જેમ બીલમાં સીધે પ્રવેશ કરે છે તેમ સાધુ આહારને ગ્રાસ મેઢામાં આમતેમ નહિ મમળાવતાં સીધે ગળે ઉતારે. ૫. જેમ સર્પ પોતાની કાંચળી છોડીને તરત નાસી જાય અને તે તરફ પાછી નજર સરખી પણ ન કરે તેમ સાધુ સંસારત્યાગ કર્યા પછી તેની લેશ માત્ર ઈચ્છા ન કરે. ૬. જેમ સર્પ કાંટા, કાંકરા, વગેરેથી ડરીને પોતાનું શરીર સંભાળીને ચાલે છે તેવી રીતે સાધુ દોષથી તથા પાખંડીઓથી સંભાળી વિચરે. ૭. જેમ સર્ષથી તમામ ડરે છે તેમ લબ્ધિવંત સાધુથી રાજા, દેવ, ઇંદ્ર સૌ ડરે છે, તે બીજા સામાન્ય મનુબે ડરે તેમાં શી નવાઈ !
૨. “ગિરિ-સાધુ પર્વતના જેવા હોય છે. ૧. જેમ પર્વતમાં અનેક પ્રકારની જડીબુટી, ઔષધિઓ હોય છે તે પ્રમાણે સાધુ પણ અક્ષીણ, માણસી, વગેરે અનેક લબ્ધિ ધરાવનારા હોય છે. ૨. જેમ