________________
૩૨૮
જૈન તત્વ પ્રકાશ
(૪૬) વસ્ત્રાદિને સુગંધી દ્રવ્યને ધૂપ દે તે અનાચરણ. (૪૭) વિના કારણે વમન કરે તે અનાચરણ.
(૪૮) બસ્તીકર્મ કરે, [ગુદા દ્વારા પાણી કે દવા પ્રક્ષેપ કરી મળત્યાગ કરે તે અનાચરણ.
(૪૯) વિરેચન-વિનાકારણ જુલાબ લે તે અનાચરણ.
(૫૦) અંજન–શોભાને માટે આંખમાં કાજળ, સુરમો વગેરે આજે તો અનાચરણ.
(૫૧) “દંતવણે–દાંત રંગે તો અનાચરણ. (૫૨) “ગાત્રભંગ”—કસરત, મલકુસ્તી, વગેરે કરે તે અનાચરણ.
ઉપર્યુક્ત બાવન અનાચરણને ત્યાગ કરી સાધુજી શુદ્ધ સંયમ પાળે.
શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં પર અનાચરણ બતાવ્યાં છે.
૨૦ અસમાધિ દેશ
૧. જલદી જલદી ચાલે તે, ૨. પ્રકાશિત સ્થાનમાં દૃષ્ટિથી જોયા વિના ચાલે અને અપ્રકાશિત
સ્થાનમાં હરણાદિકથી પૂજ્યા વિના ચાલે તે, ૩. પૂજે બીજી જગાએ ને પગ મૂકે બીજી જગાએ તે. ૪. પાટ, પાટલા, બાજોઠ વધારે ભોગવે તે, ૫. રત્નાધિક ગુણવંતની સામે બોલે તે, ૬. સ્થવિર સાધુનું મેત ઈચ્છે તે, ૭. સર્વે પ્રાણ, ભૂત, જીવ, અને સત્ત્વની ઘાત ઈ છે તો.