________________
૧૦
જૈન તત્વ પ્રકાશ : બાદ થાય છે, જ્યારે બાકીના ૧૫ દેવતાઓના કરેલા માનવામાં આવે છે. વાસ્તવિક રીતે પુણ્યના ઉદયથી સ્વયં ઊપજે તે અતિશય રૂપે ગણાય - તત્ત્વ કેવળી ગય.
અરિહંતની વાણીના ૩૫ ગુણે ૧. સંસ્કારયુક્ત વચન બોલે.
૨. એક યોજનમાં રહેલી પરિષદ સારી રીતે સાંભળી શકે એવા ઉચ્ચ સ્વરથી બેલે.
૩. “રે”. “તું” ઈત્યાદિ તુચ્છતારહિત, સાદાં અને માનભર્યા વચન બેલે.
૪. મેઘનાદની જેમ ભગવાનની વાણી સૂવથી તેમ જ અર્થથી ગાંભીર્ય ભરેલી હોય છે. ઉચ્ચાર અને તત્વ બનેમાં વાણુનું રહસ્ય ઘણું ઊંડું હોય છે.
પ. જેમ ગુફા કે વિશાળ ભવનમાં બોલવાથી પ્રતિધ્વનિ ઊઠે છે, તેમ ભગવાનની વાણીમાં પણ પ્રતિધ્વનિ (Thundering tone) ઊઠે છે.
૬. ભગવાનનાં વચને શ્રોતાને ઘી અને મધ જેવાં સ્નિગ્ધ લાગે છે.
૭. ભગવાનનાં વચનો ૬ રાગ અને ૩૦ રાગણીમય (Harmonious tone નીકળવાથી જેમ સર્ષ બંસરી પર અને મૃગ વીણા પર તલ્લીન થઈ જાય છે તેમ શ્રોતા પણ તલ્લીન થઈ જાય છે.
૮. ભગવાનનાં વચનો અર્થરૂપે હોય છે. જેમાં શબ્દ છેડા અને અર્થ વિસ્તૃત હોય છે.