________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૪. પરિાવણીઆ સંયમ—મળ, મૂત્ર, વગેરે પરડવાની ચીજોને જ્યાં લીલેતરી, અનાજના દાણા, કીડી વગેરે ન હેાય ત્યાં સભાળ રાખી પરવે.
૩૦૬
૧૫. મન—મન વશ રાખા, સકલ્પ વિકલ્પ ( આડાઅવળા વિચાર ) ન કરે.
૧૬, વચન—અસત્ય ન મેલેા.
૧૭. કાયા—જતનાથી શરીરને પ્રવર્તાવે.
એવી રીતે સંયમના સત્તર પ્રકાર છે. એ સત્તર પ્રકારના સંયમને શ્રી ઉપાધ્યાય સપૂર્ણ રીતે પાળે છે.
દસ પ્રકારની વૈયાવચ્ચ—(૧) આચાર્ય (૨) ઉપાધ્યાય, (૩) તપસ્વી, (૪) નવદીક્ષિત, (૫) ગ્લાનિ ( રાગી ), (૬) સ્થવિર (૭) સ્વધમી', (૮) કુળ, (૯) ગુણ (૧૦) સંધ. એ દસની યથાયેાગ્ય સેવાભક્તિ કરે. એ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ શ્રી ઉપાધ્યાય હુમેશાં કરે છે.
બભગુત્તિઓ—નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે. એ વિષેનું વિવેચન ૩ જા આચાર્યજીના પ્રકરણમાં વિસ્તારથી કર્યુ છે.
નાણાદિતિયજ્ઞાનાદિ ત્રણ રત્નની સમ્યક્ પ્રકારે આરાધના કરે. (૧) જ્ઞાનથી હરેક વસ્તુનુ યથાતથ્ય સ્વરૂપ જાણે, (૨) દર્શનથી હરેક વસ્તુને યથાતથ્ય સરધે, (૩) ચારિત્રથી ગ્રહણ કરવા ચેાગ્ય ગ્રહણ કરે.
તવ—ખાર પ્રકારનું' તપ કરે. એ બાબતનું વર્ણન આચાય જી વિષેના ત્રીજા પ્રકરણમાં વિસ્તારથી આપેલું છે.
માન,
કાહેાનિગ્રહિય-ક્રોધ, કષાચાના નિગ્રહ કરે.
માયા,
લાભ એ ચાર