________________
૨૯૪
જૈન તત્ત્વ પ્રકાશ સતેજ અને દઢ રહી ઉજજવળ યશ પ્રાપ્ત કરી આગળ જતાં જરૂર મોક્ષ મેળવે છે.
૭સંયમ– આત્માને રૂડી રીતે કાબૂમાં રાખવે એનું નામ સંયમ છે. આત્મા પર સંયમ મેળવ મહા મુશ્કેલ કામ છે. શાસ્ત્રમાં ૩૯ જાતના મનુષ્યને સંયમ (દીક્ષા) આપવાની મના કરેલી છે. કારણ કે અનુભવથી એમ જણાયું છે કે એ ૩૯ મનુષ્યને દીક્ષા દેવાથી–સંયમ અદરાવવાથી કલ્યાણ નથી. એ ૩૯ મનુષ્ય આ પ્રમાણે છે:
(૧) આઠ વર્ષથી નાની ઉંમર હોય તેને, (૨) સિત્તેર વર્ષથી મોટી ઉંમર હોય તેને, (૩) સ્ત્રીને દેખી કામાતુર થઈ જાય તેને, (૪) પુરુષ વેદને ઉદય વધારે હોય તેને, (૫) દેહ જડને (બહુજ જાડું શરીર હોય તેને), વચન જડને (પૂરું ન બેલી શકે તેને), સ્વભાવ જડને (કદાગ્રહીને) (૬) કેઢ, ભગંદર, સંગ્રહણી, ક્ષય વગેરે મટા રોગ હોય તેને, (૭) રાજાના ગુનેગારને, (૮) દેવ અગર શરદી વગેરેના જેગથી ગાંડ થઈ ગયા હોય તેને, (૯) ચારને, (૧૦) આંધળાને, (૧૧) ગોલાને (દાસીપુત્રને), (૧૨) મહાક્રાધીને, (૧૩) મૂM–ભેળાને, (૧૪) હીનાંગીને (નકટો, કાણ, લંગડે, વગેરેને) તથા હીન જાતિ તે ભંગી-ભીલ-ઢેડને (૧૫) બહુજ કરજવાનને, (૧૬) મતલબીને, (૧૭) આગળ પાછળ કઈ જાતને ડર હોય તેને (૧૮) સ્વજનની આજ્ઞા ન હોય તેને, એ પ્રમાણે ૧૮ બેલ પુરુષના અને એવા જ ૧૮ બેલ સ્ત્રીના ગણવા એટલે ૩૬ અને એ ઉપરાંત સ્ત્રીના ૨ બેલ વધારે ગણવા તે (૩૭) ગર્ભવતી સ્ત્રીને (૩૮) બચ્ચ ધાવણું હોય તેને, એ પ્રમાણે ૩૮ અને (૩૯) નપુંસક x હોય તેને, એ પ્રમાણે ૩૯ સિવાય બીજા જે કઈ અભિલાપી જન હોય તેને દીક્ષા આપી શકાય.
* છ કારણે નપુંસક થયો હોય તેને દીક્ષા આપવામાં જરા પણ હરકત નથી ૧. રાજાના જનાનખાનામાં રહેવા સારૂ ગુપ્ત અંગ છેદન કર્યું હોય તેને, ૨. આઘાત લાગતાં અંગ શિથિલ થયું હોય તેને ૩. મંત્રથી, ૪. ઔષધથી, ૫. ઋષિશાપથી અને, ૬ દૈવયોગથી પુરૂષાતન રહિત થયો હોય તેને, પરંતુ જે જન્મથી નપુંસક હોય તેને દીક્ષા ન અપાય.