________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૭૯ એવું બન્યું કે ચંપાનગરીના દધિવાહન રાજાનું રાજ, બીજા રાજાએ લઈ લીધું. તેથી દધિવાહન રાજાની ધારણી રાણી પિતાના શિયળની રક્ષા કરવા સારું જીભ કરડી એક પુત્રી ચંદનબાળાને છેડી મરણ પામી. એક સૈનિકે ચંદનબાળાને લઈ કૌશાંબી નગરીમાં એક શેઠને ત્યાં વેચી. શેઠની ગેરહાજરીમાં શેઠની સ્ત્રી મૂળાએ ચંદનબાળાનું માથું મુંડાવ્યું, કચ્છ પહેરા, હાથમાં બેડી નાંખી, અને તલઘરમાં (ઘરના નીચેના ભંડકમ) રાખી પોતે પિતાને ઘેર જતી રહી. ત્રણ દિવસ બાદ શેઠ આવ્યા.
તેમણે ભેંયરામાંથી ચંદનબાળાને બહાર કાઢી. એ વખતે બીજું કંઈ ન હોવાથી અડદના બાકળા સૂપડામાં નાખી તેને ખાવા આપ્યા. એવામાં શ્રી મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. પ્રભુને જોઈ ચંદનબાળા ઘણે હર્ષ પામી. આંખમાં હર્ષને લીધે આંસુ આવ્યાં. એ સ્થિતિમાં સતી. ચંદનબાળાએ પાંચ માસ ને પચીસ દિવસના ઉપવાસને પારણે શ્રી પ્રભુને અડદના બાકળા વહરાવ્યા.
ઉત્તમ પ્રસંગે ઉત્તમ ભાવથી દાન દેતાં સતીએ અનંત સંસાર પરિત કર્યો. આકાશમાંથી બાર કોડ નામહને વરસાદ વરસ્ય, સતીની બેડી તૂટી ગઈ અને માથા પર વાળ આવી ગયા. છેવટે પ્રભુને તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને મોક્ષ પધાર્યા. સતી ચંદનબાળાએ પણ સંયમ લીધે અને મોક્ષ પહોંચ્યાં.
એ ચાર પ્રકારને અભિગ્રહ શ્રી ઉપાધ્યાય ધારણ કરે છે.
કરણસિત્તરીના બોલમાં ૪ પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમ, પ ઇંદ્રિય નિગ્રહ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ એ પ્રમાણે સર્વ મળી ૭૦ બેલ થયા.
ચરણ ચિત્તરી ગાથા–વય સમળધર્મો, સંલમ વેપાવર વંમrો .
नाणाइ तियं तव, कोहो निग्गय होई चरणमेय ।। અર્થ–મહાવ્રત પાંચ, શ્રમણધર્મ દસ પ્રકારને, સત્તર પ્રકારે સંજમ, દસ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ ત્રણ પ્રકારે