________________
૨૩૧.
પ્રકરણ ૪ થું = ઉપાધ્યાય
આ દસે કુમારો તપોધન સાધુઓને ઉત્તમદાન આપી મહા સુખના ભક્તા થયા. આગળ તપસંયમનું આરાધન કરી કેટલાક જીવ સાત. ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરી સુખે સુખે મોક્ષ પ્રાપ્ત કરશેઅને કેટલાક જીવે તે જ ભવે મોક્ષ જશે.
આ સૂત્રનાં પહેલાં ૧૧. અધ્યયન અને ૧,૮૪,૩૨,૦૦૦ પદો હતાં, હમણું ૧૨૧૬ શ્લેક મૂળપાઠના છે.
૧૨દષ્ટિવાદ સૂત્ર—આમાં પવિત્યુ (વસ્તુ) છે-૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુગ અને, પ. ચૂલિકા.
આમાં પહેલા પરિકમના ૭ પ્રકાર-૧. સિદ્ધશ્રેણિકા, ૨. મનુષ્યશ્રેણિકા (આ બેના 11 પ્રકાર છે), ૩. પુષ્ટશ્રેણિકા, ૪. અવગાઢણિકા, ૫. ઉપસમ્પાદાન શ્રેણિકા. ૬. વિપ્રહાણ શ્રેણિકા અને, ૭. શ્રુતાગ્રુત. શ્રેણિકા (આના ૧૧-૧૧ પ્રકાર છે)
સૂત્રના ૮૮ પ્રકાર–૧. જુસૂત્ર, ૨. પરિણતા પરિણત, ૩.. બહુસંગિક, ૪. વિજયચરિત, ૫. અનન્તર, ૬. પરસ્પર, ૭. આસાન. સૂત્ર, ૮. સંયુથ, ૯. સંભિન્ન, ૧૦. યથાવાદ, ૧૧. સૌવસ્તિક, ૧૨. નંદાવર્ત, ૧૩. બહુલ, ૧૪, પૃષ્ટપૃષ્ટ, ૧૫, વ્યાવર્ત, ૧૬. એવભૂત, ૧૭. દ્રિકાવર્ત, ૧૮. વર્તમાન પદ, ૧૯. સમભિરૂઢ, ૨૦. સર્વ ભદ્ર, ૨૧. પ્રશિષ્ય, અને ૨૨. દુપ્રતિગ્રહ.
આ ૨૨ ને ૧. સંગ્રહ, ૨. વ્યવહાર, ૩. ઋજુસૂત્ર અને ૪ શબ્દ-આ ચાર નયથી ચાર ગુણ કરે ત્યારે ૮૮ થાય છે.
પૂર્વગતના ચૌદ પ્રકાર તે નીચે પ્રમાણે
(૧) “ઉત્પાદ પૂર્વ”—એમાં છ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થવાનું કથન હતું, એ પૂર્વની ૧૦ વસ્તુ અને ૪ ચૂલિકા વધુ હતી અને તેનાં એક ઝાડ પદ હતાં.