________________
૨૨૬
જૈન તત્ત્વ પ્રકાશ
અધ્યયનમાં સૌધર્મેદ્રની આઠ અગમહિષીઓનું કથન છે. અને આઠમા વર્ગનાં આઠ અધ્યયનમાં ઈશાનેન્દ્રની આડ અમહિષીઓનું કથન છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૬૬ આર્યાજીઓ સંયમથી શિથિલ બની દેવીઓ થઈ તેનું સંક્ષેપમાં વર્ણન છે.
પહેલાં આ સૂત્રનાં ૫૫,૫૬,૦૦૦ પદોમાં ૩૫,૦૦,૦૦,૦૦ ધર્મકથાઓ હતી. હવે તે ફક્ત ૫૫૦૦ લેક વિદ્યમાન છે.
૭. ““ઉપાસક દશાંગ –આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે અને તેનાં ૧૦ અધ્યયને છે, તેમાં ભગવાન મહાવીરના ૧૦ ઉત્તમ શ્રાવકેનો અધિકાર છે. તેઓએ ૨૦ વર્ષ શ્રાવકનાં વ્રત પાળ્યાં. તેમાં ૧૪ વર્ષ ઘરમાં રહ્યા અને પના વર્ષ ગૃહકાર્ય છોડી પષધશાળામાં રહી શ્રાવકની ૧૧ પડિમાનું આરાધન કર્યું. ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ચલાયમાન ન થયા. બધા એક મહિનાને સંથારો કરી પહેલા દેવલોકમાં દેવપણે ઊપજ્યા. બધા જ પાપમનું આયુષ્ય પામ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં કે જન્મ લઈ મેક્ષ જશે.
આ સૂત્રમાં શ્રાવકેની દિનચર્યાનું પણ રૂડી રીતે દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. આદર્શ ગૃહસ્થ અને ઉત્તમ શ્રાવક થવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ આ સૂત્રનો અભ્યાસ અવશ્યમેવ કરવો જોઈએ. કે જેથી તેમના ધાર્મિક જીવનમાં પરમ સહાયતા, ઉત્સાહ અને દઢતાની પ્રાપ્તિ થવા પામે, કારણ કે ગૃહસ્થ ધર્મનાં ૧૨ વ્રત અને ૧૧ ડિમાનું આમ સવિસ્તૃત વર્ણન છે. શ્રાવક શબ્દ તે અવિરતિ સમકિત દષ્ટિ અને દેશવિરતિ એમ બન્ને ગુણસ્થાનકેને માટે રૂઢિથી પ્રચલિત છે, પરંતુ
શ્રમણોપાસક” શબ્દ તે કેવળ દેશવિરતિ ગૃહસ્થને માટે જ વપરાયેલે છે.
આ સૂત્રનાં પ્રથમ તે ૧૧,૭૦,૦૦૦ ૫૮ હતાં, જેમાંથી અત્યારે માત્ર ૮૧૨ શ્લેક પ્રમાણ સૂત્ર રહેલ છે.