________________
૨૧૮
જન તત્વ પ્રકાશ
૭. સાતમા શતકના પ્રથમ દિશામાં આહારક અણહારક લકના સંસ્થાનનું, શ્રાવકની સામાયિકનું, પૃથ્વી ખોદતાં ત્રસના ઘાતક નહીં હોવાનું, શુદ્ધ આહારદાતા સહાયક થઈ મેક્ષ પ્રાપ્ત કરવાનું, અકર્મો ગતિ ગમન કરવાનું, સાધુને પાપ, ઈગાલ, ધુમ્ર, ક્ષેત્રાતિકાંત, કાલાતિકાંત, માર્ગીતિકાંત; શાસ્ત્રાતતિ, એષણીય, ગવેષણ, સામુદાણી આહારના અર્થનું વર્ણન છે. બીજા ઉદેશામાં સુપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનું અને જીવ શાશ્વત અશાશ્વતનું સ્વરૂપ છે. ત્રીજા ઉદેશામાં વનસ્પતિકાય અનંતકાયનું, વેશ્યાનુસાર કર્મસંચયનું, વેદના નિર્જરાનું અને નારકીની સાતા અસાતાનું વર્ણન છે. ચોથા ઉદેશામાં–સંસારી જીવનું, પાંચમા ઉદેશામાં–બેચરની ત્રણ યોનિનું, છઠ્ઠા ઉદેશામાં–અહીં આયુ બાંધે ત્યાં ભેગવે, અહીં અલ્પવેદના ત્યાં મહાવેદના, આભેગી અણભેગીનું, ૧૮ પાપથી કર્કશ કર્મબંધનનું, દયાથી શાતા પ્રાપ્ત કરવાનું, દુઃખ દેવાથી દુઃખ પ્રાપ્ત કરવાનું અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાતમા ઉદેશામાંસંવૃત્ત સાધુની ક્રિયાનું, કામગનું, અવધિ પરમ અવધિનું, અસંજ્ઞીની અકામ વેદનાનું કથન છે. આઠમા ઉદેશામાં હાથી અને કંથવાનાં સમાન જીવનું, દસ સંજ્ઞાનું અને નરકનું વર્ણન છે. નવમા ઉદેશામ–સાધુના વેકિયનું, કોણિક અને ચેડા રાજાના સંગ્રામનું, શકેંદ્ર કેણિક રાજાના મિત્ર, સંગ્રામમાં મરે તે દેવ કેવી રીતે થાય તેનું કથન છે. દસમા ઉદેશામાં–અન્યતીર્થનું, પાપ પુણ્યનું, અગ્નિ સળગાવનાર કરતાં બુઝાવનાર અ૫કમી, અચિત્ત પુદ્ગલ પ્રકાશવાનું અને તેજલેશ્યાનું કથન છે.
૮. આઠમા શતકના-પહેલા ઉદેશામાં પ્રયોગસા, મિથસા અને વિસસા પુદ્ગલેનું. બીજા ઉદેશામાં સાપ, વીછી અને મનુષ્યના વિષનું, છેદ્રસ્થ દસ વાત ન જાણે તેનું તથા જ્ઞાન અને અજ્ઞાનનું કથન છે. ત્રીજા ઉદેશામાં વૃક્ષેના પ્રકાર, શરીરના ટુકડામાં પ્રદેશનું, પૃથ્વીના ચરમાચરમનું કથન છે. ચોથા ઉદેશામાં-પાંચ કિયાનું વર્ણન છે. પાંચમા ઉદેશામાં સામાયિકમાં ચોરી કોની હોય, ગતકાળના પ્રતિકમણાદિનું અને ગોશાળાના શ્રાવકનું વર્ણન છે. છઠ્ઠા ઉદેશામાં સાધુને શુદ્ધ આહાર આપવાથી એકાંત નિર્જરા, અશુદ્ધ આપવાથી અ૫ પાપ બહુ નિર્જ ૨